જૂનાગઢ : પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાનો જૂનાગઢ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

Spread the love

જૂનાગઢ : પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા જૂનાગઢ જિલ્લાનાં પ્રવાસે આવનાર છે. તેઓશ્રી તારીખ ૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે જૂનાગઢ થી નીકળી ૧૧ કલાકે માણાવદર ખાતે લોકસેવા કાર્યાલય ખાતે લોકસંપર્ક માટે ઉપસ્થિત રહેશે. સાંજે ૧૭ કલાકે જૂનાગઢ પરત આવી રાત્રી રોકાણ જૂનાગઢ ખાતે કરશે.

મંત્રીશ્રી તારીખ ૨૭ ના રોજ ૧૧ કલાકે મેંદરડા લોકસેવા કાર્યાલય ખાતે લોકોને મળશે. ત્યારબાદ ૧૫ કલાકે વંથલી આવી લોકસેવા કાર્યાલયમાં લોકોને મળશે. તારીખ ૨૮ ના રોજ જૂનાગઢ ખાતે રોકાણ અને તારીખ ૨૯ જૂનના રોજ ગાંધીનગર જવા રવાના થશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!