જૂનાગઢ : ફળ અને શાકભાજીના વેચાણ કરતા લારીવાળાઓ/ફેરિયાઓને વિનામૂલ્યે છત્રી મળશે

Spread the love

જૂનાગઢ. : સરકારશ્રીના બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીના નાના વેચાણકારો લારીવાળા માટે વિના મુલ્યે છત્રી આપવાની યોજના ચાલુ વર્ષે અમલમાં મુકવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લાના ફળ અને શાકભાજીના નાના વેચાણકારો આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે I khedut પોર્ટલ પર ૧૫/૦૮/૨૦૨૦ સુધી ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનીક પુરાવા જેવા કે રેશનકાર્ડ ની નકલ, આધારકાર્ડ ની નકલ તથા સંબંધીત ગ્રામ સેવકનો દાખલો સહિતની અરજી રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લઘુ કૃષિ ભવન,નવી મામલતદાર ઓફીસની બાજુમાં,જૂનાગઢ કચેરીનો અથવા ફોન નંબર- ૦૨૮૫- ૨૬૩૫૦૧૯ પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!