જૂનાગઢ : બેટી બચાવો –બેટી પઢાવો યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો પર ગુડ્ડા-ગુડ્ડી બોર્ડ મુકાયા

જૂનાગઢ : બેટી બચાવો –બેટી પઢાવો યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો પર ગુડ્ડા-ગુડ્ડી બોર્ડ મુકાયા
Spread the love

જૂનાગઢ : સમાજમાં સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા દીકરીઓનાં જન્મદર અને શીક્ષણમાં વધારો થાય સમાજમાં માનસીકતામાં બદલાવ,જાતિગત ભેદભાવ દુર થાય, તેમજ દિકરીઓ પ્રત્યે સમાજ સંવેદનશીલ બને તે સપનાને સાકાર કરવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ અને ફિલ્ડ ઓફીસર દ્વારા બેટી બચાવો-બેટી પઢાવો યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાનાં ગામડાઓમાં ગુડ્ડા-ગુડ્ડી બોર્ડ મુકવામાં આવ્યા છે.

જેમાં શાપુર, વાડલા, સુખપુર, વડાલ, ધંધુસર,રવની, બરવાળા, પાટલા, વિસણ હડમતિયા, ભાટગામ, મેંદપરા, માલીડા, કરીયા, સામતપરા, પસવાળા, કણજડી, કણજા, વંથલી, છોડવડી, નવા વાઘણીયા, રાણપુર, વગેરે ૨૧ ગામોના તમામ નંદઘર પર રૂબરૂ મુલકાત કરીને ગુડ્ડા-ગુડ્ડી ૭૧ બોર્ડ લગાડવામાં આવ્યા છે. આંગણવાડી કાર્યકર બહેનો તેમજ સરપંચશ્રીને બાળ જન્મદર મૃત્યુદર દર માસે ગુડ્ડા ગુડ્ડી બોર્ડ પર આંકડાકીય માહિતી લખવા માટે સમજ આપવામાં આવી હોવાનું જિલ્લા મહિલા અને બાળ અધિકારી જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

bete-bchavo-1.jpg

Right Click Disabled!