જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા એમ. એ. સાયકોલોજીનું પરિણામ જાહેર

Spread the love
  • બીજા તબક્કાની પરીક્ષામાં આજરોજ ૫ કોપીકેસ થયા

જૂનાગઢ : કોરોના સામેની તમામ તકેદારી સાથે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,જૂનાગઢ દ્વારા ગત તા.૨૫ ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમ્યાન એમ. એ.,એમ. કોમ., બી.એસસી. સેમેસ્ટર ૬ સહિતની પ્રથમ તબક્કાની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા પૂરી થયાના માત્ર ત્રણ દિવસમાં યુનિવર્સિટી દ્વારા માસ્ટર ઓફ આર્ટ્સમાં સાયકોલોજી વિષયનું સેમેસ્ટર ૨ તથા ૪ નું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સેમેસ્ટર ૨ નું ૯૩.૭૫ ટકા તથા સેમેસ્ટર ૪ નું ૯૦.૯૧ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

જાહેર થયેલ પરિણામ સંદર્ભે જે વિધાર્થીઓ પુન:મૂલ્યાંકન કરાવવા ઇરછતા હોય તેઓ પરિણામ જાહેર થયાના ૧૦ દિવસમાં આપેલ લિંક http://bknmu.gipl.net પર પોતાનું યુઝરનેમ તથા પાસવર્ડ એન્ટર કરી ઓનલાઈન અરજી કરી શકશે. દરમ્યાન યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષામાં આજરોજ ચોથા દિવસે કુલ ૫ કોપીકેસ કરવામાં આવ્યા હતા.બી. એ.,બી.કોમ અને બી. બી. એ. સેમેસ્ટર ૬ માં વેરાવળ માણાવદર તથા જૂનાગઢ ખાતે કોપીકેસ થયા હતા. આજની પરીક્ષામાં બંને સેશનમાં કુલ ૧૪૦૧૯ પરીક્ષાર્થીઓમાંથી ૨૮૦ પરીક્ષાર્થીઓ ઘેર હાજર રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!