જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્રારા MRS સેમેસ્ટર-2નું 60.87 ટકા પરીણામ જાહેર

Spread the love

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્રારા આજે માસ્ટર ઓફ રૂરલ MRS સેમેસ્ટર ૨ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ, જે ૬૦.૮૭ ટકા રહ્યું હતુ. આ પરિણામ સંદર્ભે જે વિધાર્થીઓ પુન:મૂલ્યાકન કરાવવા ઇચ્છતા હોય તેઓ પરિણામ જાહેર થયાના ૧૦ દિવસમાં આપેલ લીંક http://bknmu.net પર પોતાનું યુઝરનેમ તથા પાસવર્ડ એન્ટર કરી ઓનલાઇન અરજી કરી શકશે.

દરમ્યાન યુનિવર્સિટીની બીજા તબક્કાની પરિક્ષામાં છઠ્ઠા દિવસે ઇકોનોમિક્સ તથા મેનેજમેન્ટ એકાઉન્ટ વિષયમાં કુલ ૨ કોપીકેસ કરવામાં આવ્યા હતા. જેમાં કેશોદ ખાતે ૧ તથા માળીયા હાટીના ખાતે ૧ કોપીકેસ થયા હતા. આજની પરિક્ષામાં બન્ને સેશનમાં કુલ ૧૩૯૧૪ પરિક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!