જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની પરીક્ષામાં ચોથા દિવસે ચાર કોપીકેસ થયા

Spread the love
  • બે સેશનમાં કુલ ૮૧૧૭ વિઘાર્થીઓમાંથી ૧૩૮ વિઘાર્થીઓ ગેરહાજર રહ્યા

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્રારા પ્રથમ તબક્કાની શરૂ થયેલ સ્નાતક કક્ષાની સેમ.૬, અનુસ્નાતક કક્ષાની સેમ-૨,૪, એલ.એલ.બી/એમ.આરેએસ/એલ.એલ.એમ./એમ.એડ વિગેરેની પરીક્ષામાં આજ રોજ ચોથા દિવસે બે સેશનમાં કુલ ૮૧૧૭ વિઘાર્થીઓમાંથી ૧૩૮ વિઘાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભુમિ દ્રારકા જીલ્લાના તમામ કેન્દ્રો પર વિઘાર્થીઓએ સંપુર્ણ સ્વસ્થ વાતાવરણમાં શાંત ચિતે પરીક્ષા આપી હતી.

આજ રોજ બી.એડ.માં ક્રીટીકલ અન્ડરસ્ટેન્ડીગ ઓફ ICT તથા એલ.એલ.બી. સેમ.૨માં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ એન્ડ એસેસ. વિષયમાં કુલ ચાર કોપી કેસ થયા હતા. જેમાં જૂનાગઢ ખાતે ૧ તથા ગીર ગઢડા ખાતે ૩ કોપીકેસ કરવામાં આવ્યા હતા. અલગ-અલગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતે થી CCTV મોનીટરીંગ દ્રારા ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાથે-સાથે કોરોના સામેની તકેદારીરૂપે દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર તમામ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!