જૂનાગઢ : ભવનાથમાં 104 દુકાનોનું ખાતમુહૂર્ત કરતાં મંત્રીશ્રી જવાહર ચાવડા

જૂનાગઢ : ભવનાથમાં 104 દુકાનોનું ખાતમુહૂર્ત કરતાં મંત્રીશ્રી જવાહર ચાવડા
Spread the love
  • ૩૭૫ મીટર જમીનમાં બનશે ૧૦૪ દુકાનો

જૂનાગઢ : જૂનાગઢ-ભવનાથ ખાતે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેનાં મેદાનમાં ડોળીવાળા લોકોને વૈકલ્પિક રોજગારી આપવા ૧૦૪ દુકાનોનું નિર્માણ એક વર્ષમાં પૂર્ણ કરાશે. પ્રવાસન નિગમ દ્વારા રૂપિયા ૧.૧૪ કરોડના ખર્ચે તૈયાર થનાર આ દુકાનોનું આજે પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા, જૂનાગઢના મેયરશ્રી ધીરૂભાઈ ગોહેલ, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, શ્રી ભીખાભાઈ જોશી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું હતું.

ડોળીના માધ્યમથી ભાવિકોને પવિત્ર ગિરનારની યાત્રા કરાવતા ડોળીવાળા કુટુંબો માટે ભવિષ્યમાં રોપ-વે કાર્યરત થવાથી રોજગારીનો પ્રશ્ન ઉભો થયો હતો. આથી ડોળીવાળાઓની વૈકલ્પિક રોજગારીની માંગણી હતી. તેમની રોજગારીનો પ્રશ્ન હતો. રાજ્ય સરકારે તેમાં સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી દુકાનો આપવાનો નિર્ણય કરી આ ૧૦૪ કુટુંબની રોજગારીનો પ્રશ્ન હલ કર્યો છે. તેમ મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાએ આ તકે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે આ મેદાન પાર્કિંગ માટે છે, પરંતુ દુકાનો બોર્ડર ઉપર બનશે અને બાજુમાં પાર્કિંગની વધુ જગ્યા ખુલ્લી કરાશે. આથી ભવિષ્યમાં પણ પાર્કિંગ નો પ્રશ્ન ઉદ્દભવશે નહીં.જૂનાગઢના વિકાસ માટે રોપ-વે પ્રોજેક્ટ ખૂબ મહત્વનો છે, તેમાં સૈા સહયોગી થયા તે પ્રત્યે શ્રી ચાવડાએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

દુકાનોના ખાતમુહૂર્ત પ્રસંગે પ્રવાસન નિગમના પ્રોજેક્ટ મેનેજર અજીત જોશીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, મ્યુનિસીપલ કમિશનર તુષાર સુમેરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી શશીકાંતભાઇ ભીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, અગ્રણી પ્રદિપભાઇ ખીમાણી, શૈલેષ દવે, નગરસેવક એભાભાઇ કટારા, પ્રાંત અધિકારીશ્રી જ્વલંત રાવલ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

shop-khatmuhurt-4.JPG

Right Click Disabled!