જૂનાગઢ : ભવનાથ પોલીસ દ્વારા અપહરણ કરવામાં આવેલ સગીરા અને આરોપીને શોધી કાઢયા

જૂનાગઢ : ભવનાથ પોલીસ દ્વારા અપહરણ કરવામાં આવેલ સગીરા અને આરોપીને શોધી કાઢયા
Spread the love

તાજેતરમાં ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી આશિષ ભાટિયા દ્વારા ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોઈ, જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલોસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ગુમ તથા અપહરણ થયેલ બાળકો અને સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.

જુનાગઢ શહેરના ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારના દામોદર કુંડ ખાતેથી તા. 27.08.2020ના રોજ બપોરના સમયે ફરિયાદીની સગીર વયની દીકરીને તેની જ જ્ઞાતિનો આરોપી સુમિત મનોજભાઈ પરમાર રહે. અગ્રવાતના દવાખાના પાસે, જોશીપુરા, જૂનાગઢ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયેલ હતો. આ બાબતે ફરિયાદી દ્વારા જૂનાગઢ શહેર ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન. કે. વાજા, હે.કો. યુસુફભાઇ, રાજુભાઇ, વિપુલસિંહ, મુકેશભાઈ, મહિલા પો.કો. ઉષાબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

પોલીસ તપાસ દરમિયાન આરોપીના સગા સંબંધી મિત્રોની પૂછપરછ દરમિયાન આરોપી અને ભોગ બનનાર સગીરા ઉપર દબાણ આવતા, ભવનાથ પોલીસ ટીમ સમક્ષ પોલીસ સ્ટેશન આવી રાજુ થઈ જતા, પોલીસ દ્વારા આરોપી સુમિત મનોજભાઈ પરમાર જાતે વાલ્મિકી ઉવ. 27 રહે. અગ્રવાતના દવાખાના પાસે, જોશીપુરા, જૂનાગઢ તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી, આરોપી સુમિત મનોજભાઈ પરમાર ઉવ. 27 રહે. અગ્રવાતના દવાખાના પાસે, જોશીપુરા, જૂનાગઢની ધરપકડ કરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એન.કે.વાજા, હે.કો. યુસુફભાઇ, , મહિલા પો.કો. બેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા આરોપી સુમિત મનોજભાઈ પરમારની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી સુમિત મનોજભાઈ પરમાર તથા ભોગ બનનાર એક જ જ્ઞાતિના હોઈ, બંનેના વેવિશાળ ની વાતચીત ચાલતી હોય, પરંતુ બંને કુટુંબના અમુક માણસો રાજી ના હોઈ, બંનેને પ્રેમ સંબંધ હોઈ, આરોપી અને ભોગ બનનાર સગીરા એકબીજા વગર રહી શકે તેમ ના હોઈ, બંને નાસી ગયેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી.

આમ, ભવનાથ પોલીસ દ્વારા અપહરણ કરવામાં આવેલ સગીરા અને આરોપીને ગણતરીના દિવસોમાં શોધી કાઢી, ધરપકડ કરવામાં આવતા, સગીરાના કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો. પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી, મેડિકલ તપાસણી કરી, આગળની તપાસ ભવનાથ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એન. કે. વાજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200831-WA0008.jpg

Right Click Disabled!