જૂનાગઢ : ભાટ સીમરોલી પ્રાથમિક શાળાના શિક્ષકનો ગણિત-વિજ્ઞાનમાં બાળકોને રસ પડે એ માટે નવતર અભિગમ

જૂનાગઢ : ભાટ સીમરોલી પ્રાથમિક શાળાના શિક્ષકનો ગણિત-વિજ્ઞાનમાં બાળકોને રસ પડે એ માટે નવતર અભિગમ
Spread the love
  • વિજ્ઞાન પાત્ર પ્રોજેકટ હેઠળ વિધાર્થીઓ જિજ્ઞાસા અને આત્મવિશ્વાસ સાથે અઘરા વિષયો ભણી રહયા છે

જૂનાગઢ : કેશોદ તાલુકાની ભાટ સીમરોલી પ્રાથમિક શાળાના બાળકો ગણિત-વિજ્ઞાન વિષયનો ખૂબ રસપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે. સામાન્ય રીતે બાળકોનું ગણિત-વિજ્ઞાનનું પરિણામ નબળું આવતું હોય છે.ભાટ સીમરોલી પ્રાથમિક શાળાના શિક્ષકે આ માટે શિક્ષક તેજસ મહેતા ૨૦૧૯ થી ભાટ સિમરોલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે. તેમણે બાળકોમાં ગણિત-વિજ્ઞાનના અભ્યાસ પ્રત્યે રસ લે,આત્મવિશ્વાસ જાગે તેમજ જીજ્ઞાસાવૃતી થી આ વિષય ભણે એ માટે વિજ્ઞાનપાત્ર પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે.

વિજ્ઞાનપાત્ર પ્રોજેક્ટ હેઠળ બાળકો વેસ્ટ વસ્તુમાંથી પ્રયોગ બનાવે,તેમજ શાળામાં દિન વિશેષ ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે દરેક બાળકોએ શાળા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં ભાગ લેવો વિશેષમાં ક્વીઝ,ચિત્ર,ડિબેટ જેવી પ્રવૃતીઓ પણ ઉમેરવામાં આવી છે. જ્યારે ગણિત વિષય માટે તેમણે ગણિત મોડેલ,ગણિત ગમ્મત પ્રવૃતિ, વ્યવહારમાં ગણિત વગેરે શીખવે છે. શાળામાં પાણીની ટાંકીનું ઘનફળ જાતે મેળવવું,બાળકો મેદાનનું ક્ષેત્રફળ મેળવે.તેજસભાઈ એ જણાવ્યુ હતું કે, હવે અમારી શાળાના વિધાર્થીઓ બાળવિજ્ઞાન,મહાસભા,સાયન્સ ડ્રામા,રૂલર આઇટી ક્વીઝ વગેરેમાં જિલ્લા કક્ષા સુધી ભાગ લેતા થયા છે.

તેજસભાઈ એ જણાવ્યું હતું કે, મારી આ શિક્ષણ ની પ્રવૃતીઓ થી અન્ય શાળાના બાળકો પણ માહિતગાર થાય એ માટે વંદે ગુજરાત ચેનલ પર વિજ્ઞાન અને ટેકનોલોજી ના લેશન,બાયસેગ સ્ટુડિયો દ્વારા રાજ્યના ૧૮૦૦૦ ગામડાઓ સુધી વિજ્ઞાન શિક્ષણ આવ્યું છે. વધુમાં હાલ કોરોના મહામારી દરમ્યાન પણ બાળકો શિક્ષણ થી વંચિત ન રહી જાય એ માટે તેમણે ઑઁ લાઇન બ્લોગ દ્વારા શિક્ષણ,વોટ્સએપ વિડિયો કોલીંગ દ્વારા હોમવર્ક, જેમની પાસે સ્માર્ટ ફોન નથી તેમાંતે હાર્ડકોપી પૂરી પાડેલ છે. તેજસભાઈને રામન સાયન્સ ફાઉડેશન દ્વારા રાજ્યના શ્રેષ્ઠ વિજ્ઞાન શિક્ષકનો એવોર્ડ,શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ગુરુ ગૌરવ એવોર્ડ મળ્યા છે. તેમજ ૨૦૨૦ નો તાલુકા કક્ષાનો સર્વશ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ એનાયત થયો છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

1600083179273_teacher-story-3.jpg

Right Click Disabled!