જૂનાગઢ : ભારતીય વાયુ સેનામાં ગ્રુપ વાય નોન ટેકનીકલ પોસ્ટ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન

Spread the love

જૂનાગઢ. : ભારતીય વાયુ સેવામાં ગ્રુપ-વાય નોન ટેકનીકલ પોસ્ટ માટે ઉમેદવારોએ તા.૮ થી ૧૦ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટેશન કરવાનું રહેશે. એરફોર્સમાંગ્રુપ-વાય (નોન ટેકનિકલ) ટ્રેડ,ઓટોમોબાઇલ ટેકનીશીયન,ઈન્ડિયન એરફોર્સ (પોલીસ), ઈન્ડિયન એરફોર્સ(સિક્યુરીટી) અને મ્યુઝિશ્યન ટ્રેડ સિવાયની જગ્યા માટે ધો.૧૨ અને સમકક્ષ ૫૦% સાથે અને અંગ્રેજી વિષયમાં ૫૦ માર્કસ સાથે પાસ,તા.૧૭/૦૧/૨૦૦૦ થો તા.૩૦/૧૨/૨૦૦૩ વચ્ચે જન્મેલા અપરણિત પુરુષ ઉમેદવારો માટે કેન્દ્રીય વિધ્યાલય,મકરપુરા,વડોદરા ખાતે તારીખ ૨૩/૦૯/૨૦૨૦ થી ૦૪/૧૦/૨૦૨૦ સુધી એરફોર્સ ભરતીમેળાનુંઆયોજન કરવામાં આવેલ છે.

જેમાં સૌ પ્રથમ શારીરિક કસોટી લેવાશે. તેમાં સફળ થનારને આગળની ભરતી પ્રક્રિયામાં હાજર રહેવાનું રહેશે. લેખિત પરીક્ષા હેતુલક્ષી અંગ્રેજી/હિન્દી માધ્યમમાં લેવાશે. જાહેરાત ઈન્ડિયન એરફોર્સ ની વેબસાઇટ www.airmenselection.cdac.In પર ઉપલબ્ધ છે. તેમજ તા.૮/૦૯/૨૦૨૦ થી તા.૧૦/૦૯/૨૦૨૦ સુધી ઉમેદવારે ઓનલાઈન રજીસ્ટેશન ઈન્ડિયન એરફોર્સ ની વેબસાઇટ પર કરેલ હશે તે ઉમેદવારને જ ભરતી મેળામાં પ્રવેશ અપાશે. આ અંગેની વધુમાહિતી માટે ઈન્ડિયન એરફોર્સની વેબસાઇટ www.airmenselection.cdac.In જોવી તેમજ વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો સંપર્ક કરવાનું એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!