જૂનાગઢ મનપા સમાવિષ્ટ વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા કન્ટેનમેન્ટ માટે જાહેરનામું

Spread the love

જૂનાગઢ મનપામાં સમાવિષ્ટ વોર્ડ નં. ૪,. ૭,૧૧, ૧૨, અને ૧૩, માં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્રારા કેટલોક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. વોર્ડ નં. ૪ જોષીપરા વિસ્તારમાં આવેલ પોસ્ટલ સોસાયટીમાં માતૃ છાયા શ્રી ભાર્ગવ અનંતરાય પંડ્યાનું ઘર, પરેશભાઇ લાલવાણીનું ઘર, જગદીશભાઇ. એમ.જોષીનું ઘર,વોર્ડ નં ૭ જોષીપરા વિસ્તારમાં આવેલ આદર્શ નગર-૨ માં સિઘ્ઘી વિનાયક પ્રોવિઝન સ્ટોરની સામેની ગલી માં શ્રી ભાવેશભાઇ રમેશભાઇ અજાણીનું ઘર,વોર્ડ નં ૭ બસ સ્ટેન્ડ પાછળ શ્રીનાથનગર સોસાયટી, શેરી નં ૩ બ્લોક નં ૧૧૫- એ શ્રી ગજેન્દ્રભાઇ ચૈાહાણનુ મકાન તથા બાજુમાં આવેલ તૈયાર થતુ મકાન,વોર્ડ નં ૧૧ લક્ષ્‍મીનગર વિસતારમાં આવેલ આલ્ફા સ્કુલ-૧ પાસે બ્લોક નં ૯૦ પ્રભુ નિવાસ થી બ્લોક નં ૯૪ અંકુર સુઘી તથા બ્લોક નં ૮૧ મનિષ થી બ્લોક નં ૮૪ પરિશ્રમ સુઘી,વોર્ડ નં ૧૨ ટીંબાવાડી વિસ્તારમાં આવેલ અંકુર સોસાયટી બ્લોક નં ૧૭ વચ્છરાજકૃપા પ્રફુલભાઇ હીરાભાઇ સોલંકીનું ઘર, હંસાબેન પટેલનું ઘર તથા વિઠ્ઠલભાઇ ઘોણીયાનું ઘર,વોર્ડ નં ૧૩ ટીંબાવાડી વિસ્તાર આવેલ મંગલઘામ-૨ માં રાઘીકા એપાર્ટમેન્ટ પાસે વલ્લભભાઇ રાઠોડ ના ઘર થી અરજણભાઇ બોરખતરીયાના ઘર સુઘી તેમજ સામેની તરફ વિનોદભાઇ પરમારનુ મકાન કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

વોર્ડ નં. ૪ જોષીપરા વિસ્તારમાં આવેલ પોસ્ટલ સોસાયટીમાં વિજયભાઇ વાઘેલાના ઘર થી વ્રજલાલભાઇ દવેના ઘર સુઘી,વોર્ડ નં ૭ જોષીપરા વિસ્તારમાં આવેલ આદર્શ નગર-૨ માં સિઘ્ઘી વિનાયક પ્રોવિઝન સ્ટોર ની સામેની ગલી માં શ્રીજી કૃપા મકાન થી કિશોરભાઇ બજાજ ના મકાન સુઘી તથા મનસુખભાઇ પરમાર અને પંકજભાઇ પરમારનુ મકાન,વોર્ડ નં ૭ બસ સ્ટેન્ડ પાછળ શ્રીનાથ નગર સોસાયટી, શેરી નં. ૩ માં આવેલ બ્લોક નં ૧૧૧ થી ૧૧૩ તથા ૧૧૪-એ,બી,સી,ડી, તથા ૧૧૫-એ,બી સુઘી,વોર્ડ નં ૧૧ લક્ષ્‍મીનગર વિસતારમાં આવેલ આલ્ફા સ્કુલ-૧ પાસે બ્લોક નં ૭૯ ગાયત્રી થી બ્લોક નં ૯૬ નંદન સુઘી, વોર્ડ નં ૧૨ ટીંબાવાડી વિસ્તારમાં આવેલ અંકુર સોસાયટી માં રામભાઇ મેરૂભાઇ ખુંટી ના ઘર થી વિનુભાઇ સોલંકીના ઘરની બન્ને સાઇડ તથા,વોર્ડ નં ૧૩ ટીંબાવાડી વિસ્તારમાં આવેલ મંગલઘામ-૨ માં રાઘીકા એપાર્ટમેન્ટ પાસે ડાબી તરફ દિનેશભાઇ સમજૂભાઇ ના ઘર થી વિષ્‍ણુ પ્રસાદ અગ્રાવતના ઘર સુઘી તેમજ જમણી તરફ રાઘિકા એપાર્ટમેન્ટ સુઘી બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામુ તા.૮ જૂલાઈ થી તા.૨૧ જુલાઈ સુઘી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ વિસ્તાર તથા બફરઝોનમાં કોવિડ-૧૯ સંબંધિત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!