જૂનાગઢ મનપા સમાવિષ્ટ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા વધુ ૧૧ કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરાયા

Spread the love

જૂનાગઢ મનપામાં સમાવિષ્ટ વોર્ડ નં.૧,૪,૫,૬,૭,૮,અને ૧૧ માં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્રારા વધુ ૧૧ વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. વોર્ડ નં.૧- દોલતપરા વિસ્તારમાં આવેલ જી.આઈ.ડી.સી.-૨ રોડ પર ગેબનશા પીર ની દરગાહ પાસે કિશોર છગનભાઇ ચૌહાણના ઘર થી પ્રવિણભાઇ મનસુખભાઇ મારડીયાના ઘર સુધી.વોર્ડ નં.૧- દોલતપરા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના એપાર્ટમેન્ટ પાસે આશુતોષ સોસાયટીમાં વૃંદાવન ચોકમાં તુષારભાઈ રાજાભાઈ પાથરના ઘરથી દામજીભાઈ નકુમના ઘર સુધી કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૪- જોષીપરા વિસ્તારમાં આવેલ પાદર ચોક ખાતે શાકમાર્કેટ પાસે લક્કિ એપાર્ટમેન્ટનો પ્રથમ માળ. વોર્ડ નં.૫-ઝાંઝરડા ક્રોસ રોડ પર આવેલ ગોલ્ડનેસ્ટ એપાર્ટમેન્ટનો ત્રીજો માળ. વોર્ડ નં.૫- ઝાંઝરડા ગામ વિસ્તારમાં આવેલ ચૈતન્ય પાનવાળા ડેલામાં આવેલ સતાસીયા પરિવારના મકાન કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. વોર્ડ નં.૬-જોષીપરા વિસ્તારમાં આવેલ ખલીલપુર રોડ પર રાજ મંડપવાળી ગલીમાં આવેલ અંકિતભાઈ વાણીયાનું ઘર,ચનાભાઈ કાતરિયાનું ઘર,પરબતભાઇ બંધીયાનું ઘર. વોર્ડ નં.૭-બસ સ્ટેન્ડ પાછળ શ્રીનાથનગરની બાજૂમાં શંભુનગરમાં પંકજભાઈ ઠેસીયાના ઘરથી બ્લોક નં. એ ૧૭ સુધી. વોર્ડ નં.૭-ઝાંઝરડા રોડ પર આવેલ તિર્થ એપાર્ટમેન્ટ-એ પહેલો માળ. વોર્ડ નં.૭-ઝાંઝરડા રોડ પર આવેલ રણછોડ નગરમાં બ્લોક નં.૯૩ તથા બ્લોક નં.૯૪. કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે.

વોર્ડ. નં.૮-ઢાલ રોડ પર આવેલ પાડાવાળા ચોક પાસે બેલીમ જમાતની સામે માસાહ અલાનું ઘર થી બેલીમ જમાતખાના વચ્ચેના તમામ ઘર તથા મુનાવરભાઈ ના મકાન થી ઢાલ મસ્જીદ પાછળના ભાગ સુધી. વોર્ડ નં.૧૧-વણઝારી ચોક ખાતે ઇન્દ્રભવન એપાર્ટમેન્ટ સામે રાજદીપ એપાર્ટમેન્ટ નો પહેલો માળ કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. ઉપરાંત કન્ટેમેન્ટ એરીયાની આજુબાજુનો વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામુ તા.૨૭ જુલાઈ સુઘી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ વિસ્તાર તથા બફરઝોનમાં કોવિડ-૧૯ સંબંધિત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!