જૂનાગઢ મનપા સમાવિષ્ટ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા વધુ 21 કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર

જૂનાગઢ મનપા સમાવિષ્ટ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા વધુ 21 કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર
Spread the love

જૂનાગઢ મનપામાં સમાવિષ્ટ વોર્ડ નં. ૨, ૬, ૭, ૮, ૯, ૧૧ અને ૧૩માં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્રારા વધુ ૨૧ વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. વોર્ડ નં-૨ ખામઘ્રોલ રોડ પર આવેલ ખોડીયાર મંદિર સામે રઘુવિર સોસાયટી ગફારભાઇ કાસમભાઇ ચૈાહાણના ઘર થી ઇન્દુબેન વ્યાસના ઘર સુઘી તથા સામે ગફારભાઇ સાંઘાના ઘરથીં સનાયા ઘર સુઘી.વોર્ડ નં-૨ જોષીપરા વિસ્તારમાં આવેલ નંદનવન રોડ પર આદિત્યેશ્વર મંદિર પાસે નારાયણ નિઘી મકાન મુકેશભાઇ ગોવિંદભાઇ ગોરફાડના ઘર સુધી.

વોર્ડ નં-૨ જોષીપરા વિસ્તારમાં આવેલ વિશ્વાસ સીટી પાસે રાઘિકા પાર્કમાં દિલસુખભાઇ કુરજીભાઇ લાઠીયાના ઘર થી ઘરમશીભાઇ ઠાકરશીભાઇ વસાણીના ઘર સુધી તથા સામે દિપકભાઇ અરવિંદભાઇ કગથરાના ઘર થી ભરતભાઇ ઢોલરીયાના ઘર સુઘી.વોર્ડ નં-૨ જોષીપરા વિસ્તારમાં આવેલ આદિત્યનગરમાં ટેનામેન્ટંમાં બચુભાઇ મનજીભાઇ ઝીઝુવાડીયાના ઘર થી વિજયભાઇ શામજીભાઇ જાદવના ઘર સુધી.વોર્ડ નં-૨ ખામઘ્રોલ રોડ પર રેલ્વે ફાટક પાસે શુકન રેસીડેન્સી માં બ્લોક નં-૪ થી બ્લોક નં-૬ સુધી કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. વોર્ડ નં-૬ ખલીલપુર રોડ પર સિઘ્ઘિવિનાયક-૨ માં થોભણભાઇ ચોથાણીના ઘર થી વિઠ્ઠલભાઇ સુખડીયાના ઘર સુધી.વોર્ડ નં-૬ જોષીપરા વિસ્તારમાં આવેલ ગોપાલ નગરમાં આવેલ નટુભાઇ વાલજીભાઇ લાખાણી નુ ઘર મનસુખભાઇ નાગજીભાઇ લાઠીયાનું ઘર, મનિષભાઇ હરીભાઇ વીરડીયાના ઘર સુધી કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે.

વોર્ડ નં-૭ બસ સ્ટેન્ડ પાછળ આંબાવાડી સામે સહજાનંદ સોસાયટીમાં બોલ્ક નં બી-૧૭ પી.એસ. માંડલીયા નું ઘર તથા યોગેશભાઇ માંડલીયાનું ઘર.વોર્ડ નં-૭ ઝાંઝરડા રોડ પર આવેલ સથવારા સમાજના પાછળ વિષ્‍ણુ કોલોની-૧ માં નલિનભાઇ કે.પંડ્યાનુ ઘર તથા પાછળ આવેલ બે બંઘ મકાન.વોર્ડ નં-૭ બસ સ્ટેન્ડ પાસે આવેલ મોહન નગરમાં અક્ષર ઘામ એપાર્ટમેન્ટ વાળી ગલીમાં પરેશભાઇ કનૈયાલાલ ઢાલાણીનુ ઘર.વોર્ડ નં-૭ બસ સ્ટેન્ડ પાસે આવેલ વલ્લભનગર માં લલીતભાઇ સેવકાણીના ઘર થી મઘુકુંજ મકાન સુધી તથા એલ.જે.બામણીયાના ઘર થી હરીશભાઇ દેસાઇના ઘર સુઘી.વોર્ડ નં-૭ બસ સ્ટેન્ડ પાસે આવેલ માનસ સ્કુલ પાસે સુદામાંપુરી સોસાયટીમાં બ્લોક નં-૮ કેશુભાઇ ઝાલાવાડીયાના ઘર થી સંજયભાઇ દોગાભાઇના ઘર સુઘી તથા મહેન્દ્રભાઇ દવેના ઘર સુધી કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે.

વોર્ડ નં-૮ ઢાલરોડ પર આવેલ પિંજાર ફળીયા ખાતે મસ્જીદ પાસે ઇકબાલભાઇ મનસુરીના ઘર થી રફીકભાઇ દુર્વેશના ઘર થી પિંજાર ફળીયા મસ્જીદ થી ચાવીવાલા પેલેસ થી ઇકબાલભાઇ ખાલીદભાઇ ના ઘર સુધી. વોર્ડ નં-૮ ભાટીયા ઘર્મશાળા રોડ પર આવેલ સાગર પેલેસ એપાર્ટમેન્ટનો બીજો માળ.વોર્ડ નં-૮ બ્લોચ વાડા વિસ્તારમાં નવા ઘાંચીવાડા પાસે મસ્જીદની સામેની ગલીમાં હબીબભાઇ નુ ઘર તથા અયુબભાઇ મારફાણી નુ ઘર તથા એહમદભાઇ ના ઘર થી મુન્નાભાઇના ઘર સુધી.વોર્ડ નં-૮ જૂલાય વાડા વિસ્તારમાં જીવાસા ચકલા પાસે દુર્વેશ મંઝીલ થી કે.જી.એન. હાઉસ ના ખુણા સુધી ઇમરાનભાઇ પઠાણ ના ઘર થી મરીયમ વિલા ના ઘર થી બાજુમાં અહેમદ અબ્દુલ મસ્જીદ સમાંના ઘર સુધી કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે.

વોર્ડ નં-૯ દુબળી વિસ્તારમાં આવેલ કૈલાસનગર શેરી નં-૧ શ્રીજી એપાર્ટમેન્ટ નો પ્રથમ માળ આખો.વોર્ડ નં-૯ ફુલીયા હનુમાન રોડ પર જુલેલાલ વાડીની બાજુમાં મણીબેન ભાયાભાઇ સરવૈયાના ઘર થી નટવરલાલ મોહનલાલ ગોહેલ ના ઘર સુધી કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. વોર્ડ નં-૧૧ મોતિબાગ રોડ પર આવેલ રાયજીબાગ-૨ માં શુભ રેસીડન્સી-એ માં બીજો માળ આખો.વોર્ડ નં-૧૩ ટીંબાવાડી વિસ્તારમાં મઘુરમ રોડ પર એસ.બી.આઇ. બેંક સામેની ગલીમાં ઉમાપતિ નગરમાં અરવિંદભાઇ પંડ્યાના ઘર થી ભરતભાઇ રૂપારેલીયાના ઘર સુધી.

વોર્ડ નં-૧૩ ટીંબાવાડી વિસ્તારમાં મઘુરમ રોડ પર આવેલ આકાશ ગંગા-૨ સોસાયટીમાં પ્રદિપભાઇ સુપેડાના ઘર થી વલ્લભભાઇ રાઠોડના ઘર સુધી કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવેલ છે. ઉપરાંત કન્ટેમેન્ટ એરીયાની આજુબાજુનો વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામુ તા.૨૮ જુલાઈ સુઘી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ વિસ્તાર તથા બફરઝોનમાં કોવિડ-૧૯ સંબંધિત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!