જૂનાગઢ મનપા સમાવિષ્ટ વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા કલેકટર દ્રારા જાહેરનામું બહાર પડાયું

Spread the love

જૂનાગઢ મનપામાં સમાવિષ્ટ વોર્ડ નં. ૧,. ૭, ૧૨, ૧૩, અને ૧૪ માં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્રારા કેટલોક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. વોર્ડ નં. ૧ દોલતપરા વિસ્તારમાં આવેલ નેમીનાથ નગર-૨ મિલન પાન વાળી ગલી મંદિરની બાજુમાં સામત ભાઇ હમીરભાઇ બાખલકીયાના ઘરથી જીવાભાઇ હાજાભાઇ ઓડેદરાના ઘર સુઘી મકાનોની સંખ્યા અંદાજે ૯ વસ્તી આશરે ૩૬, વોર્ડ નં. ૭ ઝાંઝરડા રોડ પર આવેલ સથવારા સમાજ પાસે પટેલ કોલોની ડો. ટોલીયાના દવાખાના પાસે આવેલ કરશનભાઇ ચુડાસમાના ઘર, ઘીરૂભાઇ જાદવભાઇ સોલંકીનુ ઘર તથા વિનોદભાઇ મુલચંદભાઇ અડવાણીનુ ઘર મકાનોની સંખ્યા ૩ વસ્તી આશરે ૧૬,વોર્ડ નં. ૧૨ ટીંબાવાડી વિસ્તારમાં આવેલ પટેલ સમાજ વાડીની બાજુમાં જ્યોતિ પ્રોવિઝન સામેની શેરીમાં ભાવેશભાઇ સોલંકી તથા રણજીતભાઇ મકવાણાનુ ઘર મકાનોની સંખ્યા ૨ અંદાજે ૯ વસ્તી આશરે , વોર્ડ નં. ૧૩ ટીંબાવાડી વિસ્તારમાં આવેલ સુદામાં પાર્ક-૨ માં કીરીટભાઇ પ્રાગજીભાઇ ઉનડકટના ઘરથી ગુલાબલાલ લવીંગનાથના ઘર સુઘી મકાનોની સંખ્યા ૪ વસ્તી આશરે ૧૫, વોર્ડ નં. ૧૪ ગાંઘીગ્રામ વિસ્તારમાં આવેલ નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજ બાજુમાં મકાનોની સંખ્યા ૧ વસ્તી આશરે ૩ કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

જયારે વોર્ડ નં. ૧ દોલતપરા વિસ્તારમાં આવેલ નેમીનાથ નગર-૨ મિલન પાનવાળીગલી, મંદિરની બાજુમાં માલદેભાઇ લાખાભાઇ ઓડેદરાના ઘરથી ગોગનભાઇ પીઠાભાઇ રબારીના ઘર સુઘી મકાનોની સંખ્યા અંદાજે ૧૬ વસ્તી આશરે ૮૭, વોર્ડ નં. ૭ ઝાંઝરડા રોડ પર આવેલ સથવારા સમાજ પાસે પટેલ કોલોની ડો. ટોલીયાના દવાખાના પાસે થી પુજા મકાન સુઘી તથા શ્યામ દિપ એપાર્ટમેન્ટ થી બ્રહમાણી કૃપા મકાન સુઘી મકાનોની સંખ્યા ૧૯ વસ્તી વસ્તી આશરે ૭૭, વોર્ડ નં. ૧૨ ટીંબાવાડી વિસ્તારમાં આવેલ પટેલ સમાજ વાડીની બાજુમાં જ્યોતિ પ્રોવિઝન સામેની શેરી થી હંસરાજભાઇ શામજીભાઇ ના ઘર સુઘી મકાનોની સંખ્યા ૮ અંદાજે ૨૩ વસ્તી, વોર્ડ નં. ૧૩ ટીંબાવાડી વિસ્તારમાં આવેલ સુદામાં પાર્ક-૨ માં બંઘ મકાન થી બટુકભાઇ જીવાભાઇ ના ઘર સુઘી બન્ને બાજુ મકાનોની સંખ્યા ૮ વસ્તી આશરે ૨૩,વોર્ડ નં. ૧૪ ગાંઘીગ્રામ વિસ્તારમાં આવેલ નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજની બાજુમાં આવેલ કાળુભાઇ સુખવાણીના ઘર થી ડો. શાહના ઘર સુઘી મકાનોની સંખ્યા ૯ વસ્તિ આશરે ૪૦ વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામુ તા.૭ જૂલાઈ થી તા.૨૦ જુલાઈ સુઘી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ વિસ્તાર તથા બફરઝોનમાં કોવિડ-૧૯ સંબંધિત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!