જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ 5 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

Spread the love

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૨,પ,૬,૭,અને ૧૧ માં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ વોર્ડ નં ૨ જોષીપરા વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં કૈલાસપાર્કમાં પ્રેમજીભાઇ વાઘેલાના ઘર થી ચીમનભાઇ ટીમાણીયા ના ઘર થી ડાયાભાઇ પરમાર ના ઘર સુઘી.

વોર્ડ નં ૫ ઝાંઝરડા રોડ પર આવેલ એકલવ્ય સ્કુલની બાજુમાં નોબલ નગરમાં બ્લોક.નં.સી-૧ થી સી-૭ સુધી, વોર્ડ નં ૬ જોષીપરા વિસ્તારમાં આવેલ ગોપાલવાડી-૪ લીમડાવાડી શેરી માં નિલેશભાઇ વૈષ્‍ણવના ઘર થી લાડવા સાહેબના મકાન સુધી થી જમનભાઇ પારખડીયા ના ઘર સુધી, વોર્ડ નં ૭ ઝાંઝરડા રોડ પર આવેલ પટેલ નગરમાં પરેશભાઇ પુરોહિતના ઘર થી કિંગ્સ વિલા એપાર્ટમેન્ટ-એ સુધી, વોર્ડ નં ૧૧ વણઝારી ચોક માં ભગવતી એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ સુનીલભાઇ ભટ્ટનું ઘર. આ જાહેરનામું તા.૧૭ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.

કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!