જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ 2 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

Spread the love

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. પ, અને ૧૪ માં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

આ જાહેરનામા મુજબ વોર્ડ નં. ૫ ઝાંઝરડા રોડ પર આવેલ મયુર એપાર્ટમેન્ટ સામે સુબોધ નગરમાં ટેનામેન્ટ નંબર-૧ થી ૪. વોર્ડ નં.૧૪ મોતીબાગ રોડ પર આવેલ હાઉસીંગ સોસાયટીના બ્લોક નં. એલ-૧૪૫ થી એલ-૧૫૨ સુધી કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૧૮ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!