જૂનાગઢ : માળિયાહાટીમાં 9 ધન્વંતરી આરોગ્ય રથના માધ્યમથી 17944 લોકોને આરોગ્યની તપાસ

- અત્યાર સુધીમાં ૧૭૯૪૪ વ્યકિતઓએ દવા સારવારનો લાભ લીધો
જૂનાગઢ : જૂનાગઢ શહેર અને જિલ્લામાં હાલ ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત છે. આ ધન્વંતરી રથના માધ્યમથી માળિયાહાટીના તાલુકામાં અત્યાર સુધીમાં ૧૭૯૪૪ લોકોને આરોગ્યની તપાસ કરી દવા સારવાર આપવામાં આવી હતી. આરોગ્યની ટીમો જેવી કે એમ.પી.ડબલ્યુ.,એફ.એચ.ડબલ્યુ.,આશા સર્વે કામગીરી કરે અને જરૂર મંદ લોકોને રથમાં મોકલવાની કામગીરી કરી રહયા છે. રથમાં તમામ પ્રકારની પ્રાથમિક બીમારી જેવાકે તાવ, સરદી,ઉધરસ,પેટમાં દર્દો,પગના દુખાવો જેવા ઘણા બધા રોગોનું નિદાન થઈ દવા આપવામાં આવે છે.જરૂર જણાયે નજીકના દવાખાને જવા સલાહ પણ આપવામાં આવે છે.સાથે આવી મહામારીમાં કઈ રીતે ઘરગથ્થુ ઉપચારો થી બચી શકાય એની સંપૂર્ણ સમજવામાં આવે છે.
કોરોના મહામારી સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઘર બેઠા સારવાર આપવા ધન્વંતરી રથ ની શરૂઆત કરાઈ છે. અંતરિયાળ, ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં લોકોને આરોગ્ય સુવિધા માટે કોઈ મુશ્કેલી ના પડે તેને ધ્યાને લઇને ધન્વંતરી આરોગ્ય રથ ખૂબ ઉપયોગી પૂરવાર થઈ રહ્યા છે. લોકોને પણ ઘરઆંગણે મળતી આ સેવાનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.દર્દીને દવાખાને જવાનો સમય પણ બચી જાય છે અને કોરોના મહામારીમાં ભીડમાં જવું પણ ટાળી શકાય છે. માળીયાહાટીના તાલુકામાં હાલ ૯ રથ કાર્યરત છે.જેમાં આશરે ૧૭૯૪૪ દર્દીઓએ લાભ લીધો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મહેતા અને માળિયાહાટીના તાલુકા હેલ્થ ઓફિસર ડો.ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્રારા કામગીરી કરવામાં આવી રહી છે. આમ ધન્વંતરી રથનો લોકો ઘર બેઠા લાભ લઈ મેડિકલ ઓફિસર પાસેથી દવા સારવાર મેળવવા સાથે જરૂરી આરોગ્ય વિષયક જરૂરી માર્ગદર્શન પણ મેળવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોને આવરી લઇ આરોગ્ય સ્ટાફ દ્વારા કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેના માટે તકેદારી રાખવા અંગે પણ માર્ગદર્શન મળે છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ
