જૂનાગઢ : મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરથી કોવિડ વિજય રથનો ઇ-ફ્લેગીંગથી પ્રારંભ કરાવ્યો

જૂનાગઢ : મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરથી કોવિડ વિજય રથનો ઇ-ફ્લેગીંગથી પ્રારંભ કરાવ્યો
Spread the love
  • સૈારાષ્ટ્ર ઝોનના વિજય રથનું પ્રસ્થાન જૂનાગઢમાં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાના હસ્તે યોજાયું
  • કોવિડ વિજય રથ રાજયભરમાં ૪૪ દિવસ સુધી કાયમી ૬૦ કિલોમીટર દોડશે
  • લોકો કોવિડ-૧૯ અન્વયે જનજાગૃતિ, સરકારશ્રીના જનહિત નિર્ણય- યોજનાથી થશે માહિતગાર
  • કોરોના કામગીરીમાં ગુજરાત દેશભરમાં રોલમોડેલ બનશે

જૂનાગઢ : રાજ્ય સરકાર કોરોનાને નાથવામાં કોઇ કસર બાકી રાખવામાં માગતી નથી. કોવિડ-૧૯ સામે દેશ-રાજ્ય હવે નિર્ણાયક તબક્કે પહોચી ગયું છે. લોકો કોરોનાની માર્ગદર્શીકાથી વધુ વાકેફ થાય, મનોબળ મજબુત થાય,કોરોનાનો હાવ જતો રહે, સરકારશ્રી દ્રારા લેવાયેલા અસરકારક નિર્ણયો, યોજનાની માહિતી લોકો સુધી ખૂણે ખૂણે પહોચે એ ઉદેશથી આજ ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણી એ કોવિડ વિજય રથનો ઇફ્લેગીંગ થી અને જૂનાગઢ ખાતે સૈારષ્ટ્ર ઝોનના સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાં એ આરંભ કરાવ્યો હતો.

કોરોના મહામારી સામે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્રારા લેવાયેલા ત્વરિત પગલાઓ થી પ્રજાને રાહત મળી છે. પરંતુ આ મહામારીએ લોકોનું મનોબળ નબળુ કરી નાખ્યુ છે. ત્યારે આવી સ્થિતિમાં લોકોમાં નવી ઉર્જાનો સંચાર થાય, કોરોનાનો ડર લોકોમાં ન રહે, તેમજ સરકારશ્રી દ્રારા તાજેતરમાં લેવાયેલ અસરકારક જનહિતના નિર્ણયો, વિવિધ યોજનાઓ થી લોકો માહિતગાર થાય એ માટે કોવિડ-૧૯ વિજય રથ ની શરૂઆત કરવામાં આવી છે. આ કોવિડ વિજય રથ આગામી ૪૪ દિવસ સુધી સૈારષ્ટ્ર ના ખૂણે ખૂણે જન જનગૃતિ લાવવાનું કામ કરશે. આ કોવિડ વિજય રથ કાયમી ૬૦ કિલોમીટર ધીમી ગતીએ ચાલશે. જે કુલ ૪૪ દિવસમાં ૨૬૪૦ કિલોમીટરમાં લોકોને જાગૃત કરશે. અને કોરોના થી રક્ષણ માટેના સાવચેતીના પગલા ની જાણકારી,યોજનાઓની માહિતી લોકકલાના માધ્યમથી આપશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી એ ગાંધીનગરથી કોવિડ વિજય રથનું ઈ પ્રસ્થાન કરાવી વધુમાં કહ્યૂયું કે, કોરોના સામે સરકાર લોકોને સાથે રાખી બાથ ભીડી રહી છે. કોરોના હારશે, ગુજરાત જીતશે એ સંકલ્પનાને ચરીતાર્થ કરવામાં આવશે. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોનાનો રીકવરી રેટ વધી રહ્યો છે. જ્યારે મૃત્યુઆંક ઘટી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના સંદર્ભે ભારતભરમાં ગુજરાત રોલ મોડલ બનશે.કોરોનાના સંક્રમણને ખાળવા ગુજરાત સરકાર દ્રારા થયેલ પ્રયાસોને કેન્દ્ર સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બીરદાવ્યા છે. સાથે જ સરકારશ્રી દ્રારા શરૂ કરાયેલ ધન્વંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ હેલ્પલાઇન બાદ હવે વિજય રથના માધ્યમથી લોકોનો જુસ્સો વધુ બુલંદ બનશે.

આ તકે જૂનાગઢ ખાતે થી કોવિડ વિજય રથ ને પ્રસ્થાન કરાવતા જૂનાગઢના સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાં એ જણાવ્યું હતું કે, કોરોના સંદર્ભે જનજાગૃતિ એ સૈાથી મહત્વનું પરીબળ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વ અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇના માર્ગદર્શન હેઠળ કોરોનાના કેસ ઘટાડવાના પગલા લેવામાં આવ્યા છે. લોકોના સાથ સહકાર થકી આ કોરોના સામે જીતી શકાશે. જન જાગૃતિ વધે એ આ અભિયાનનો ઉદેશ છે. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ કોવિડ વિજય રથના પ્રસ્થાન પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઇ કરમટા, કલેક્ટર ડો. સૈારભ પારઘી,કમિશ્નર તુષાર સુમેરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દેવેન્દ્ર ત્રીવેદીએ કર્યુ હતું.

લોકકલાના માધ્યમથી થશે જનજાગૃતિ

રાજ્યના ૪૪૦ જેટલા કલાકારો દરેક રથમાં કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાના પાલન સાથે જનજાગૃતિ લાવશે. લોકકલાએ એ સંદેશો આપવાનું પ્રબળ માધ્યમ માનવામાં આવે છે. ભવાઇના ગીત, દોહા, નાટક, સંવાદ થી કોરોના ની સામે લડવાના ઉપાયો, સરકાર યોજનાની માહિતી લોકોને સીધી સરળ શૈલીમાં આપવામાં આવશે.

ફક્ત કોવિડની જ નહિ જનહિતકારી યોજનાની માહિતી લોકો સુધી પહોચાડાશે

આ મહા અભિયાન હેઠળ આગામી ૪૪ દિવસ સુધી જિલ્લામાં રથ ફરશે. જેમાં કોવિડની સાવચેતી, માર્ગદર્શન માહિતીની સાથે-સાથે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, નવીરાષ્‍ટ્રીય શિક્ષણ નીતી, માનવરહિત આવકવેરો આકરવા પધ્ધતિ, પ્રધાનમંત્રી કૃષિ ઇન્ફ્રાસ્ટ્રાચર ફંડની રચના, આત્મનિર્ભર ભારતની સંકલ્પા,પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની માહિતી આપવામાં આવશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

covid-vijay-rath-5.jpg

Right Click Disabled!