જૂનાગઢ : મુખ્યમંત્રી રૂપાણી ઈ-તકતીના માધ્યમથી ઉપરકોટની રિસ્ટોરેશન કામગીરીનું ખાતમુહૂર્ત કરશે

જૂનાગઢ : મુખ્યમંત્રી રૂપાણી ઈ-તકતીના માધ્યમથી ઉપરકોટની રિસ્ટોરેશન કામગીરીનું ખાતમુહૂર્ત કરશે
Spread the love
  • જૂનાગઢની ઓળખસમા ઉપરકોટ કિલ્લામાં ૪૫ કરોડના ખર્ચે રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરાશે

જૂનાગઢ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે જૂનાગઢ જિલ્લાની ઓળખ સમા ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું રીસ્ટોરેશન, ડેવલપમેન્ટ અને કંઝર્વેશનનું ખાતમુહૂર્ત ઈ-તકતીના માધ્યમથી કરશે. જૂનાગઢ જિલ્લાની ઓળખ સમા અને પૌરાણિક ઉપરકોટના કિલ્લાનું તારીખ ૧૬ ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઈ-તકતીના માધ્યમથી રીસ્ટોરેશન,ડેવલપમેન્ટ અને કંઝર્વેશનનું ખાતમુહૂર્ત કરશે. જૂનાગઢમાં આવેલા ઉપરકોટ કિલ્લાનું ઐતિહાસિક મહત્વ છે જેની દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે.

ઉપરકોટના કિલ્લાની કંઝર્વેશન, રિસ્ટોરેશન અને ડેવલપમેન્ટની કામગીરી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા આ અગાઉ ઉપરકોટની મુલાકાત લઇ ઉપરકોટના રીસ્ટોરેશન માટે જાત નિરિક્ષણ કર્યુ હતુ. ૨,૭૨,૪૯૦ ચોરસવારમાં ફેલાયેલ ઉપરકોટના કન્ઝર્વેશન, રિસ્ટોરેશન એન્ડ ડેવલોપમેન્ટની કામગીરી ગુજરાત પ્રવાસન નિગમ લી.દ્વારા કરવામાં આવશે. આ કામગીરી માટે સરકારશ્રી દ્રારા રૂ.૪૪.૪૬ કરોડ ફાળવવામાં આવેલ છે. તેમજ આ કામગીરી ૧૮ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

આ કામગીરીમાં ઉપરકોટની અંદર આવેલ અડી કડી વાવ,અનાજ ભંડાર, ગાર્ડન એરિયા, વોચ ટાવર, ફિલ્ટરેશન ટાવર,નવઘણ કુવો, રાણક મહેલ,એમ્ફી થીયેટર,બારૂદ ખાના ૧ અને ૨, બુદ્ધીસ્ટ ગુફા અને એન્ટ્રી અને એકઝિટ ગેટને પણ આવરી લેવામાં આવેલ છે. તેમજ ઉપરકોટ કિલ્લા ની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે મૂળભૂત સુવિધાઓ જેમ કે ટોઇલેટ બ્લોક,પાર્કિંગ,પીવાના પાણીની વ્યવસ્થા,બેન્ચીસનો સમાવેશ કરવામાં આવેલ છે.

ઉપરોકોટની રાજય સરકાર દ્રવારા થનાર રીસ્ટોરેશન કામગીરીને આવકારતા ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના પૂર્વ ડિરેકટર શ્રી યોગીભાઇ પઢિયારે કહયુ કે, આ કિલ્લાનું ભુતકાળમાં અનેક રાજવીઓ રાજા ઉગ્રસેન, રા ગ્રહ , રા’ નવઘણ, રા’ ખેંગાર તેમજ નવાબ રસુલખાનજી બાબી દ્વારા સમારકામ કરાવેલું હતુ. ત્યારબાદ ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને સોરઠના લોકલાડીલા ધારાસભ્ય અને પ્રવાસન વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા ….45 કરોડના ખર્ચે આ સમારકામ- જીર્ણોધ્ધારને સમગ્ર સોરઠની જનતા ખુબ હષઁથી વધાવે છે. અને સરકાર દ્વારા ઐતિહાસિક વિરાસત ધરાવતી બધી ઈમારતો – કિલ્લોઓ – જગ્યાઓનું નવીનીકરણ થઈ રહ્યુ છે તે આવનાર દિવસોમાં પ્રવાસનને પ્રેરકબળ પુરૂ પાડશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

CollageMaker_20200715_164501656.jpg

Right Click Disabled!