જૂનાગઢ : વંથલી, કેશોદ તાલુકામાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા વધુ 9 કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર

Spread the love

જૂનાગઢ : કેશોદ,ભેંસાણ સહિતના તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ માણાવદર ના બાંટવા શીવપાર્ક સોસાયટીમાં આવેલ ભાવેશભાઇ ભાવનાણી નું ઘર.સણોસરા પ્‍લોટ વિસ્તારમાં પ્રવિણભાઇ દેવરામભાઇ કનેરીયાનું ઘર. વંથલીના કોયલી રામમંદિર ચોક, દરવાજાની બાજુમાં આવેલ મોહનભાઇ ભુરાભાઇ કોડવાળાનું ઘર.નવલખી ટાંક ફળીમાં આવેલ જગદિશભાઇ મોહનભાઇ ટાંકનું ઘર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

કેશોદ નારાયણ નગર વિસ્તારમાં આવેલ કલ્પતરૂ એપાર્ટમેન્ટ. જનકપુરી સોસાયટીમાં આવેલ ગોવિંદભાઇ રણછોડભાઇ જેઠવાનાં મકાનથી હર્ષદભાઇ રણછોડભાઇ વાણીયાના મકાન સુધીનો એરીયા. શ્રવણધામમાં આવેલ દેવજીભાઇ જીવાભાઇ દેવડીયાના ઘરથી કિશોરભાઇ નારણભાઇ નેનાનાં ઘરનો એરીયા, ફાગળી-બડોદર રોડ, ગોકુલ ભરડીયામાં આવેલ જીવાભાઇ ભીમાભાઇ ચાવડાનાં મકાનથી શંલેષભાઇ દેવાયતભાઇ ચાવડાનાં મકાન સુધીનો એરીયા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

માંગરોળ બહારકોટ વિસ્તારમાં આનંદભાઇ વિનયચંદ્ર જોષીના મકાનથી પશ્ચિમ બાજુ ગુલઝાર વલી મહમદ ધનાણી તરફ બંને બાજુના મકાન સહીતની ગલી અને પૂર્વ બાજુ રસ્તા બાદ મધુભાઇ જોષીના મકાન થી સ્ટાર ટેઇલર સુધીના મકાનો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. ૧૭ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!