જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા વધુ 15 કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર

જૂનાગઢ મનપામાં સમાવિષ્ટ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવના કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા વધુ ૧૫ વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. જોષીપરા વિસ્તારમાં આવેલ નંદનવન રોડ પર આવેલ આદિત્ય નગરમાં ગુણવંતરાય કંડોરીયાના ઘર થી કિશોરભાઇ ગોંડલીયાના ઘર સુધી અને સામે માનસિંહભાઇ ના ઘર થી કરીમભાઇ ના ઘર સુધી તથા બંધ મકાન, સર્વોદય સોસાયટીમાં સંદિપભાઇ મોહનભાઇ ઘોરડાના ઘર થી કમલેશભાઇ વિછીયાના ઘર સુધી, જોષીપરા વિસ્તારમાં આવેલ ખલીલપુર રોડ પર હંસરાજ વાડી શેરી નં,૨ નરેન્દ્રભાઇ દેવજીભાઇ ચોવટીયાના ઘરથી સુભાષ ગાંડાભાઇ કોઠીયાના ઘર સુધી, જોષીપરા વિસ્તારમાં વડલીચોકમાં આવેલ નિલ એવન્યુ એપાર્ટમેન્ટ આખુ, જોષીપરા વિસ્તારમાં આવેલ ખલીલપુર રોડ પર હરીકૃષ્ણ નગર માં મનિષભાઇ એસ. મારડીયાના ઘર થી પુનાભાઇ ઘરસંડાના ઘર સુધી તથા હિરાભાઇ માલમના ઘર થી નરશીભાઇ કાનાણીના ઘર સુધી કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે.
જોષીપરા વિસ્તારમાં શાંતેશ્વર રોડ પર નિલમાધવ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૧ થી ૧૦૮ સુધી, ઝાંઝરડા રોડ પર આવેલ કૈલાસપાર્ક સોસાયટીમાં શાંતીલાલ રાણપરીયાના ઘર થી પથિક મકાન સુધી, ઝાંઝરડા રોડ પર સિધ્ધનાથ મંદિરની પાછળ ગોલ્ડન પેલેસ ઓપાર્ટમેન્ટના સાતમો તથા આઠમો માળ આખો, ઝાંઝરડા રોડ આવેલ જીતેન્દ્રપાર્કમાં એમ.એમ.મોણપરાના ઘરથી સી.એન.પરમારના ઘર સુધી, બસસ્ટેન્ડ પાછળ આવેલ બંસીઘર સોસાયટીમાં વી.સી.ચૈાહાણના ઘર થી જયસુખભાઇ કરકરના ઘર સુધી, બસ સ્ટેન્ડ પાછળ ગીરીરાજ રોડ પાસે શંભુનગરમાં વિકાસ એપાર્ટમેન્ટ આખુ, બસસ્ટેન્ડ પાછળ ગીરીરાજ રોડ પાસે સહજાનંદ સોસાયટીમાં શેરી નં. ૫ માં ચંદ્રીકાબેન રાઠોડના ઘર થી નાનકરામ લાલચંદાણીના ઘર સુધી સુધી કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે.
ઉપરાંત ઝાંઝરડા રોડ પર આવેલ સુદર્શન એપાર્ટમેન્ટ આખુ, અજંટા ટોકીઝ પાસે અજંન્ટા રેસીડેન્સી આખુ, વાજાંવાડ વિસ્તારમાં આવેલ પતરાવાડો ડેલામાં કરશનભાઇ રેવાચંદ હિરાણીના ઘર થી દેવાભાઇ જીવાભાઇના ઘર સુધી, નવાનાગર વાડા વિસ્તારમાં ડેસ્ટીની એપાર્ટમેન્ટની એ વિંગ આખી, વણઝારી ચોક વિસ્તારમાં આવેલ નવાનાગર વાડામાં દિપ ગંગા એપાર્ટમેન્ટ આખુ, ટીંબાવાડી વિસ્તારમાં આવેલ મધુરમ રોડ પર યોગીપાર્ક પાછળ એમ.પી.ટાઉન શીપ માં જેન્તીભાઇ રોજીવાડીયા ના ઘરથી રમેશભાઇ સોલંકીના ઘર સુધી કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.આ જાહેરનામુ તા.૨૭ સપ્ટેમ્બર-૨૦૨૦ સુઘી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન, ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ
