જૂનાગઢ : સક્કરબાગ ઝૂ માંથી આકસ્મિક રીતે ભાગી ગયેલ દિપડો સલામત જગ્યાએ છે

Spread the love

જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં તા.૫ ના રોજ સાફ સફાઈની કામગીરી દરમિયાન દિપડો આકસ્મિક રીતે ભાગી જતા હાલ તેને સલામત જગ્યાએ રાખવામાં આવેલ છે. આ અંગે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ના નિયામકશ્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

સક્કરબાગ ઝૂમાં રાખવામાં આવેલ નર દિપડો તા.૫/૦૯/૨૦૨૦ ના રોજ સફાઈની દૈનિક કામગીરી દરમ્યાન ભાગી ગયો હતો. ત્યાર બાદ ઝૂ નાં પાછળના જંગલ ભાગમાં તેના ફુટ માર્કસનું મોનીટરીંગ કરી અલગ-અલગ જગ્યાએ ટ્રેપ કેઇઝ ગોઠવી તા.૧૧/૦૯/૨૦૨૦ના રોજ રાત્રીના ૨૨.3૦ કલાકે ટ્રેપ કેઇઝમાં કેપ્ચર કરી સલામત જગ્યાએ રાખવામાં આવેલ હોવાનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ના નિયામકશ્રી દ્વારા જણાવાયું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!