જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી

Spread the love

જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તા.૧ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કિશોરીઓ-મહિલાઓને સરકારશ્રીની યોજનાઓ, સ્વરછતા અંગે જાગૃત કરવામાં આવેલ. મહિલા સશક્તિકરણ પખવાડિયા ની ઉજવણી અંતર્ગત “સખી” વન સ્ટોપ સેન્ટર જૂનાગઢના સ્ટાફ દ્વારા ગામડે ગામડે જઈને મહિલાઓ અને કિશોરીઓને જાગૃત કરેલ અને સ્વરછતા માટે મહિલા અને કિશોરીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યું હતું. સેન્ટર પર બહેનોને બોલાવી સ્વરછતા અંગે માર્ગદર્શનના માહિતીસભર કાર્યક્રમોનું વિડિયો ના માધ્યમથી જીવંત પ્રસારણનો પણ લાભ આપવામાં આવ્યો હતો.

મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી સેન્ટર દ્વારા કરવામાં આવેલ સાથોસાથ ઓગસ્ટ માસના ઘરેલુ હિંસા અને આશ્રય માટેના ઘણા કેસો આવેલા જેમાં જૂનાગઢના જ એક બેન કે જેને ત્રણ બાળકો છે અને પતિ-પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થતા એ બાબતે પીડિતા સેન્ટરપર આવી તેમની અરજી સેન્ટરમાં આપેલ તેમના પતિના ઘરે જવા ન માંગતા હોય ત્યારે પીડિત બહેનને આશ્રય સેન્ટરમાં આસરો આપી બાદમાં પતિ પત્નીનું કાઉન્સિલીગ કરવામાં આવેલ અને નાના બાળકોના ભવિષ્યને ધ્યાને રાખી સમજાવી સુખદ સમાધાન કરવામાં આવેલ. આમ આ પ્રકારના કેસોના સુખદ નિકાલ અંગે મહિલાઓને માહિતગાર કરવામાં આવી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!