જૂનાગઢ : સમાજ સુરક્ષા વિભાગ દ્રારા કાર્યરત પાલક માતા પિતા યોજના

Spread the love
  • પરસોત્તમભાઈ પાથર કહે છે આ યોજના થકી મારો
  • દીકરો ઉચ્ચ શિક્ષણ મેળવી પગભર બનશે

જૂનાગઢ : જિલ્લા બાળ સુરક્ષા કચેરી દ્રારા પાલક માતા પિતા યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ પાલક વાલીને માસિક રૂપિયા ત્રણ હજારની સહાય બેંક મારફત સરકાર દ્વારા આપવામાં આવે છે. પાલક માતા પિતા યોજનાના લાભાર્થી પરસોત્તમભાઈ પાથર માળીયાહાટીના બોડી ગામે રહે છે. તેઓ વિકલાંગ છે. અને પાનના ગલ્લામાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. પરસોત્તમભાઈના જણાવ્યા મુજબ તેમના મોટાભાઈ અને પત્નીના આકસ્મિક કારણોસર અવસાન થયેલ. તેમના પુત્ર ઋત્વિકના પાલન પોષણની જવાબદારી અમારા શીરે આવતા.

અમે ખૂબ ચિંતિત હતા. એવા સમયે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી એ થી પાલક માતા પિતા યોજના વિશે જાણકારી મળી હતી. સમાજ સુરક્ષા કચેરી દ્વારા સરકારશ્રીના ધારાધોરણ મુજબ અમારી અરજી હોય તેને માન્ય રાખી સહાય મંજૂર કરવામાં આવી છે. પરસોત્તમભાઈ એ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારની આ સહાય થકી અમે ઋત્વિકના શિક્ષણ અને અન્ય જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ. ઋત્વિક આજે ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યો છે, તેનામાં રહેલી આવડત કુશળતા ખીલવવાની તક આ યોજના થકી મળી છે. અમે રાજ્ય સરકારના આભારી છીએ. .

પાલક માતા પિતા યોજના વિશે
આ યોજનામાં ૦ થી ૧૮ વર્ષની વય જુથના બાળકોનો સમાવેશ થાય છે. માતા પિતા અવસાન પામેલ હોવા જોઈએ અથવા પિતા અવસાન પામેલ અને માતાએ પુનલગ્ન કરેલા હોવા જોઈએ બાળક અન્ય પાલક વાલી સાથે રહેતું હોવું જોઈએ. આ યોજના અંતર્ગત પાલક માતાપિતા બનવા તૈયાર દંપતીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ૨૭ હજાર અને શહેરી વિસ્તાર માટે ૩૬ હજાર કે તેથી વધુનો વાર્ષિક આવકનો દાખલો હોવો જરૂરી છે. આ યોજના અંતર્ગત માસિક ત્રણ હજારની સહાય બેંક મારફત આપવામાં આવશે. સહાયની રકમ સરકારશ્રીની ડીબીટી યોજના હેઠળ જમા પાત્ર હોય, લાભાર્થીએ માતા-પિતા સાથેનું સંયુકત બેન્ક એકાઉન્ટ ખોલવાનું રહેશે.વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ફોન નં-૦૨૮૫-૨૬૩૬૫૪૬ પર સંપર્ક કરવો.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!