જૂનાગઢ : સરકારી ગાઈડલાઇનના પાલન સાથે તા. 22-23 જૂનના રોજ સમૂહ લગ્ન યોજાશે

Spread the love

જૂનાગઢ : જૂનાગઢ ખાતે તા.૨૨ અને ૨૩ જૂનના રોજ સરકારશ્રીની કોરોના સંદર્ભે આપેલી ગાઈડલાઇનના પાલન સાથે સમૂહ લગ્ન યોજાશે. જનસેવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગિરનાર દરવાજા સ્થિત મયારામદાસજી આશ્રમ ખાતે આ સમૂહ લગ્ન યોજાશે. જેમાં ૮ દંપત્તિ સહભાગી થશે. સમૂહ લગ્ન ના સ્થળને સેનેટાઈઝ કરાશે.

સમૂહલગ્ન આશ્રમના બે મોટા હોલમાં સવારે ૨ અને બપોર બાદ ૨ લગ્ન યોજાશે. ૫૦ વ્યક્તિઓની મર્યાદામાં રહીને જરૂરીયાતમંદ પરિવારો માટે આ લગ્ન યોજાશે. એક લગ્નમાં ૨૫ વ્યક્તિજ ઉપસ્થિત રહેશે.દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. દરેક વ્યક્તિનું સ્ક્રીનીંગ કરાશે. કોઈપણ વ્યક્તિ કન્ટેનમેન્ટ ઝોનમાંથી ના આવે તેની કાળજી લેવાશે. તેમ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!