જૂનાગઢ : સારંગપીપળી હાઇસ્કુલ શાળાના હિતેશભાઇ શીંગડીયાને રાજ્યપાલ હસ્તે આચાર્ય એવોર્ડ એનાયત

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સારંગપીપળી ગામે આવેલ શ્રી વિનય મંદિર-સારંગપીપળી હાઇસ્કુલ શાળાના આચાર્યશ્રી હિતેશભાઇ શીંગડીયાને પ-સપ્ટેમ્બર, શિક્ષક દિને ગાંધીનગરમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંની હાજરીમાં રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ અને રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા છે.
આચાર્ય હિતેશભાઇ શીંગડીયા દ્રારા ગ્રામ્ય કક્ષાએ ઇન્ટરનેટ માધ્યમથી દાતાશ્રીઓનો સહયોગ મેળવી ભાનુવાડી વિજ્ઞાન ભવનનું નિર્માણ કરી, શાળા બીલ્ડીંગનું સંપુર્ણ રીનોવેશન તેમજ લોકભાગીદારીથી શાળાની તમામ જરૂરીયાતો પુર્ણ કરાવી શાળા વિકાસમાં શ્રેષ્ઠભુમિકા ભજવી છે. આ ઉપરાંત સહઅભ્યાસિક પ્રવૃતિ સાથે શિક્ષણ આપી, પર્યાવરણ અને સ્વચ્છતા ક્ષેત્રે ઉતમ કામગીરી કરતા, રાજ્યકક્ષાએ તેને શ્રેષ્ઠ આચાર્ય તરીકે પસંદ કરી સન્માનિત કર્યા છે. તેમણે વર્ષ ૨૦૧૯માં પુજ્ય રમેશભાઇ ઓઝાના હસ્તે શ્રેષ્ઠ ગુરૂ એવોર્ડથી સન્માનિત કરેલ છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૭માં શાળાને શ્રેષ્ટ શાળા એવોર્ડ અને ૨૦૧૮માં સ્વચ્છ શાળા એવોર્ડ પ્રાપ્ત કરેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ
