જૂનાગઢ : 21 જૂન – યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ હેશટેગ અભિયાનને જનસમર્થન

Spread the love

જૂનાગઢ : તા.૧૯ યોગ અભિયાન જન અભિયાન બની ગયું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં રાજયભરમાં ફોટો વીથ ફેવરીટ યોગાસન સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાના અભિયાનમાં જૂનાગઢ જિલ્લામાંથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. હાલ વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે ત્યારે યોગ એ આપણ જીવનનો એક ભાગ બને એ જરૂરી છે.

જૂનાગઢના તમામ નાગરિકોએ ‘યોગ કરીશું કોરોનાને હરાવીશું’ને સમર્થન આપવા તા. ૧૯ જૂન-૨૦૨૦ના રોજ ફેવરીટ યોગાસન કરતો પોતાનો ફોટો ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર #DoYogaBeat Corona સાથે પોસ્ટ કર્યો હતો. સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર યોજાયેલ આ અભિયાનમાં જૂનાગઢ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ અભિયાનમાં અધિકારીઓ,કર્મચારીઓ,વિધાર્થીઓ,યોગ શિક્ષકો સહિતના એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!