જૂનાગઢ : 33 દર્દિ કોરોના મૂકત થતાં ડિસ્ચાર્જ કરાયા

Spread the love
  • જૂનાગઢ જિલ્લામાં ૪૦ મોબાઇલ મેડીકલ ટીમ દ્વારા ૪૫૬૭ લોકોનાં આરોગ્યની ચકાસણી

જૂનાગઢ કોરોનાં મહામારીને નીયંત્રણમાં લેવા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તા. ૧૪ સપ્ટેમ્બરનાં રોજ ૩૯ નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેની સામે ૩૩ દર્દિઓ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તેમજ સિવીલ હોસ્પીટલ દ્વારા હોમ કોરોન્ટાઈન કોવીડ સેન્ટરો તેમજ હોસ્પીટલમાં રહેલ દર્દિઓની સઘન સારવાર કરવામાં આવે છે. ઊપરાંત લોકોને ઘર આંગણે આરોગ્ય સુવીધા આપવા ધન્વંતરી રથનાં માધ્યમથી મોબાઇલ મેડીકલ ઓપીડી પણ શરૂ કરવામાં આવી છે.

તા. ૧૪ સપ્ટેમ્બરનાં રોજ એક જ દિવસમાં ૪૦ મોબાઇલ મેડીકલ ટીમ દ્વારા ૪૫૬૭ દર્દિઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. ઊપરાંત કોરોના ટેસ્ટીંગ પણ કરવામાં આવે છે. જિલ્લાનાં તાલુકા મથકો જૂનાગઢ શહેરી વિસ્તાર ઊપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં રોટેશન મૂજબ નિયત સમયે મોબાઇલ મેડિકલ ટીમ દ્વારા લોકોનાં આરોગ્યની સતત કાળજી લેવામાં આવી રહી છે. આ ઊપરાંત તેમને ઊકાળાનું વિતરણ કરવા સાથે શરદી-ઊધરસ તાવનાં દર્દિઓનું મોનીટરીંગ કરી જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!