જૂનાગઢ DySP કચેરીના ટેક્નિકલ સેલ દ્વારા માહિતી કાઢી આરોપીને પકડી પાડવામાં આવ્યો

ગયા ફેબ્રુઆરી 2019 માસમાં જૂનાગઢ શહેરના સરદાર પરા,મેરી ગોલ્ડ કોમ્પલેક્ષમાં આવેલ શાહ હોમ કેર પ્રોડકશ નામની દુકાન ખોલી, આરોપી યતીષભાઇ વિરેન્દ્રભાઇ શાહ રહે.ખલીલપુર રોડ, સીધ્ધી વીનાયક ગેઈટ-૨ પાસે, શ્રીનાથજી પેલેસ એપાર્ટમેન્ટમાં, ચોથા માળે, બ્લોક નં.૧૨, જુનાગઢ દ્વારા ફરિયાદી ઘનશ્યામભાઇ ચંન્દ્રકાંતભાઇ કકકડ ઉ.વ.૪૧ રહે. બીલખા રોડ મેઘાણીનગર શંકરના મંદિર પાસે, બ્લોક નં.૧૮૩ જુનાગઢ તથા અન્ય ચાર સાહેદોને તેની *જેનમ હોમ કેર પ્રોડકટશ નામની કંપનીમાં ઇન્વેસ્ટ કરવાથી દર માસે 4 % પ્રોફીટ મળશે અને છ માસ બાદ ઇનવેસ્ટ કરેલ બધી રકમ પાછી મળી જાશે તેમ લાલચ આપી વિશ્વાસમાં લઇ અને ફરી ને કટકે કટકે કુલ રૂ. 12,71,000/- જમા કરાવેલ જે પરત આપેલ નહી કે તેનું પ્રોફીટ ચુકવેલ નહી તેમજ અન્ય ચાર સાહેદો એ પણ કુલ રૂ. 9,00,000/- જમા કરાવેલ, જેને પણ પ્રોફીટ નહી આપી તેમજ રકમ પણ પાછી નહી આપી અને ભાગી ગયેલ.
આમ તેણે કુલ રૂ. 21,71,000/- ની છેતરપીંડી વિશ્વાસધાત કરવામાં આવતા, ફરિયાદીની ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. આર.બી.સોલંકી તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા નવા આવેલ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, પીએસઆઇ એ.કે.પરમાર, હે.કો. અલતાફભાઈ, પરબતભાઇ, પો.કો. પૃથ્વીરાજસિંહ, અજયસિંહ, સહિતની ટીમને ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના હે.કો. કમલેશભાઈ મારફતે મળેલ માહિતી આધારે વડોદરા શહેરના ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. એ.બી.જાડેજા તથા સ્ટાફની મદદથી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી યતીષભાઇ વિરેન્દ્રભાઇ શાહ ઉવ. હાલ રહે. વડોદરાને વડોદરા વરણામાં વિસ્તારમાથી રાઉન્ડ અપ કરી, પકડી પાડવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી યતીષભાઇ વિરેન્દ્રભાઇ શાહ ઘણા સમયથી સરનામા બદલાવીને રહેતો હતો. પહેલા આરોપી મહારાષ્ટ્ર રાજ્યના પુના, મુંબઈ તરફ નાસી ગયેલ હતો. થોડા દિવસ કામ કાજ કરી, જગ્યા છોડી દેતો હતો. જેથી પકડવો મુશ્કેલ* હતો. પરંતુ, *જૂનાગઢ ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલ દ્વારા માહિતી કાઢી, વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપી, પકડી પાડવામાં આવેલ* છે. હાલમાં આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી, આરોપીને અટક કરવાની કાર્યવાહી બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ
