જેએમપી ગોપાલક વિદ્યા સંકુલમાં “વિશ્વ ઓઝોન દિન”ની ઉજવણી

જેએમપી ગોપાલક વિદ્યા સંકુલમાં “વિશ્વ ઓઝોન દિન”ની ઉજવણી
Spread the love

જે.એમ.પી ગોપાલક વિદ્યા સંકુલ માં આજ રોજ તારીખ ૧૬ મી સપ્ટેમ્બર “વિશ્વ ઓઝોન દિન ” ની ઉજવણી કરવામાં આવી. “ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ” તથા “નિસર્ગ સાયન્સ સેન્ટર” ગાંધીનગરના મે.ટ્રસ્ટી ડૉ. અનિલ પટેલ, શ્રી ડી.સી.વંકાણી, શ્રી નરેશ ઠાકર તથા શ્રી શૈલેશ જયસ્વાલ સાહેબોએ અમારી શાળામાં ઉપસ્થિત રહી અમારી શાળાનું માન વધાર્યું.. તે દિવસના અનુસંધાનમાં અમારી શાળામાં વિશ્વને પ્લાસ્ટીકથી બચાવવા વેસ્ટ પ્લાસ્ટીક ભેગું કરવામા આવ્યું હતું. ઉપસ્થિત મહેમાન સહેબોએ  સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટીક પરત્વે જાગૃતિ કેળવવા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા તથા વિદ્યાર્થીઓને ઓઝોનમાં જે ગાબડું પડેલ છે તે વિશે માહિતી આપી હતી.

Right Click Disabled!