જે.એન.સી. હાઇસ્કૂાલ મરોલી ખાતે વનમંત્રી રમણલાલ પાટકરના હસ્તે વૃક્ષારોપણ

જે.એન.સી. હાઇસ્કૂાલ મરોલી ખાતે વનમંત્રી રમણલાલ પાટકરના હસ્તે વૃક્ષારોપણ
Spread the love

વલસાડ,
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી સ્થિાત જે.એન.સી. હાઇસ્કૂતલ ખાતે વન અને આદિજાતિ રાજ્ય મંત્રી રમણલાલ પાટકરની અધ્યકક્ષતામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તેર શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું. શાળાના ચારસો જેટલા વિદ્યાર્થીઓ પ્રમાણે શાળા પરિસરમાં ચારસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

આ અવસરે આદિજાતિ રાજ્યનમંત્રી રમણલાલ પાટકરે વૃક્ષોનું મહત્ત્વ સમજાવતાં જણાવ્યુંા હતું કે, પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષો ખૂબ જ જરૂરી હોઇ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી મોટા થાય ત્યાંો સુધી તેનું જતન કરવું જોઇએ. રાજ્યજ સરકારે વન મહોત્સકવની ઉજવણી કરી લાખોની સંખ્યા‍માં વૃક્ષોનું વાવેતર કર્યું છે. ગ્રામ્યુ, તાલુકા અને જિલ્લા કક્ષાએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજી સમગ્ર રાજ્યુને હરિયાળું બનાવવાના કાર્યમાં સૌના સહયોગની અપેક્ષા તેમણે વ્યલક્તિ કરી હતી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રુભાઇ મોદીએ સમગ્ર દેશમાં એકસરખું શાસન રહે તે હેતુસર કશ્મીણરમાંથી ૩૭૦મી કલમ દૂર કરી ભારતને અખંડ બનાવવાનું કાર્ય કર્યું છે, જેનાથી હવે કશ્મીરરના વિકાસ ઝડપી બનશે. દેશના ખેડૂતો મહેનત કરી ધરતીમાંથી અન્ન ઉત્પવન્ન કરે છે, જેમના માટે પણ સરકારે અનેકવિધ યોજનાઓ બનાવી સહાયરૂપ બની છે. પૃથ્વી ઉપર સમતોલ વાતાવરણ જળવાઇ રહે તે માટે દરેક વ્યધક્તિવ એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે તે જરૂરી છે.
આ અવસરે તાલુકા વિકાસ અધિકારી રમેશભાઇ પટેલ, સરપંચ લતાબેન, શાળાના આચાર્ય દિનેશભાઇ એમ. ટંડેલ, રાજેશભાઇ કેણી, વનવિભાગના અધિકારીઓ, ગ્રામ પંચાયત સભ્યો , શાળા પરિવાર સહિત શાળાના બાળકો મોટી સંખ્યાંમાં હાજર રહયા હતા.

Right Click Disabled!