જે લોકો વંદે માતરમ ન બોલી શકે તે દેશની બહાર જાય : કેન્દ્રીય રાજ્યમંત્રી સારંગી

જે લોકો વંદે માતરમ ન બોલી શકે તે દેશની બહાર જાય : કેન્દ્રીય રાજ્યમંત્રી સારંગી
Spread the love

સુરત,

કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપ સારંગી સુરતની મુલાકાતે આવ્યા છે. સારંગીએ ચેમ્બરના એક કાર્યક્રમમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે, સીએએની જરૂર ૭૦ વર્ષ અગાઉ હતી પણ નહેરૂએ એ કર્યુ નહીં. કોંગ્રેસના પાપનું પ્રાયશ્ચિત વર્તમાન સરકાર કરતી હોવાનું જણાવી નિર્ભયાના દોષિતોને ફાંસી મળવી જાઈએ તેમ કÌšં હતું.વંદે માતરમ ન બોલી શકનારા તમામ લોકોએ દેશની બહાર જતાં રહેવું જાઈએ.સાથે જ મોદી અને શાહની પ્રશંસા કરતાં તેમને કૃષ્ણ અને સોમનાથ મહાદેવ સાથે સરખામણી કરી હતી.

ભારત સરકારના અનિમલ હસબન્ડરી અને ફિશરીઝ તથા માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસીસના રાજ્ય કક્ષાના મંત્રી સારંગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં જણાવ્યું હતું કે, મોદીના આવ્યા બાદ દેશની પ્રગતિ થઈ છે. સચિવાલયમાં અધિકારી હવે ૯ વાગ્યે આવે છે.મોદી તમામ મંત્રીઓ પાસે રીવ્યુ લે છે.કામ કરવાની ક્ષમતા મોદી પાસે છે. એમએસએમઇ સેકટરમાં ભારત ચીન અને બાંગ્લાદેશથી પાછળ છે.વીજળી અને પાણીનું બિલ ઝીરો આવવાથી દેશનો વિકાસ નહીં થાય.

Right Click Disabled!