જૈન સોશ્યલ ગૃપ ગાંધીનગરનાં સભ્યો ગુજરાત લેવલની ટેલન્ટ અને ડાન્સ સ્પર્ધામાં વિજયી

જૈન સોશ્યલ ગૃપ ગાંધીનગરનાં સભ્યો ગુજરાત લેવલની ટેલન્ટ અને ડાન્સ સ્પર્ધામાં વિજયી
Spread the love

ગાંધીનગરશહેરની અગ્રણી સેવાકીય સંસ્થા જૈન સોશ્યલ ગૃપ દ્વારા જૈન સોશ્યલ ઈન્ટરનેશનલ ફેડરેશનની ગુજરાત રીજીયન દ્વારા આયોજીત ટેલન્ટ અને ડાન્સ કોમ્પીટેશનમાં તેમનાં સભ્યો દ્વારા ભાગ લેવામાં આવેલ હશે. જેમાં ટેલન્ટ શોમાં વિવિધ ગૃપ પૈકી ગૃપનાં પૂર્વ પ્રમુખ (1) શ્રી પારસભાઈ સંઘવી – ગાયક સ્પર્ધા (2) શ્રીમતી જીનેષાબેન શાહ – એકટીંગ (3) શ્રી ચર્વક શાહ – સ્ટન્ટ (4) પ્રનિત અનિલભાઈ જૈન – ડાન્સ સ્પર્ધા (5) નમ્રતા બી.શાહ – ઈન્સ્ટ્રુમેન્ટલ (6) શ્રીમતી ખૂશ્બુ વોરા સ્પર્ધકો વિજેતા જાહેર કરવામાં આવેલ હતાં. આ સ્પર્ધામાં જૈન સોશ્યલ ગૃપ ગાંધીનગર દ્વારા કુલ 13 સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધા વિવિધ છ કેટેગરીનાં ગૃપ આધારીત વીડીયો માધ્યમ થી યોજવામાં આવેલ હતી.

તારીખ 03/04/05 જુલાઈ–2020 માં સમગ્ર ગુજરાત રીજીયનની ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગૃપનાં કુલ ચાર સ્પર્ધકો પૈકી શ્રીમતી મનિષાબેન અનિલભાઈ જૈન સમગ્ર રીજીયનમાં રનર્સઅપ તરીકે વિજેતા થયેલ છે. જૈન સોશ્યલ ગૃપ ગાંધીનગર તમામ સ્પર્ધક તથા વિજેતા થનાર સભ્યોને ખાસ અભિનંદન પાઠવે છે અને ગૌરવની લાગણી અનુભવે છે.

તાજેતરમાં કોરોનાની વૈશ્વિક મહામારીમાં કોરોનાં વોરીયર્સ તરીકે સેવા આપનાર ગૃપનાં સાત સભ્યોને પણ ગુજરાત રીજીયન દ્વારા સન્માનિત કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે (1) શ્રી સ્નેહલ એ.શાહ (2) ડો.ધરતિ વર્ષેશ શાહ (3) ડૉ.અંકિત શાહ (4) ડો.હાર્દિક પ્રવિણભાઈ સંઘવી (5) ડો.મનિષા કિશોરભાઈ શાહ (6) ડો.વૈશલ સંજયભાઈ શાહ (7) ડો.નિરખી પાર્થ શાહ (8) ડો. આશય શોધનભાઈ ગાંધી

ઉપરોકત આઠ સભ્યોએ રાત દિવસ કોરોના વોરીયર્સ તરીકે સેવા બજાવી છે. તે બદલ ગૃપનાં પ્રમુખ શ્રી મધુસુદન વોરા દ્વારા સર્વેનો આભાર માનેલ છે.
ઉપરોકત કાર્યક્રમનું સમગ્ર આયોજન રીજીયન ચેરમેન અભયભાઈ નાહર, સેક્રેટરી મયુરભાઈ શાહ તથા પ્રોગ્રામ કોડીનેટર તરીકે શ્રીમતી પૂર્વીબેન શાહ અને શ્રીમતી પૂજાબેન મહેતા દ્વારા ખૂબજ જહેમત ઉઠાવી હાથ ધરવામાં આવેલ હતો. ડાન્સ સ્પર્ધામાં ગાંધીનગરનાં કથક નૃત્યનાં વિશારદ અને ખૂબજ ઉત્સાહી અને ટેલેન્ટેડ એવા કુ.ભવ્યા ભટ્ટ દ્વારા જજ તરીકે સેવા આપવામાં આવી હતી.

Right Click Disabled!