જોડિયાના પીઠડમાં જુગટુ રમતાં 8 શખ્સો ઝડપાયા

Spread the love

જોડિયા તાલુકાના પીઠડ ગામે સ્થાનિક પોલીસે જુગાર રમતા 8 શખ્સને પકડી પાડી 14 હજારની રોકડ રકમ સહિતની મતા કબજે લીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જોડિયા નજીક પીઠડ માં અમુક શખ્સ મંદિર પાછળના પટ્ટમાં એકત્ર થઇ જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ કાફલો ધસી જતા આઠેક શબ્નો જુગાર રમતા માલુમ પાડયા હતા.

પોલીસે પરેશ મનજીભાઇ સરવૈયા, પ્રકાશગીરી લખમણ ગીરી ગોસ્વામી, જગુભા વેલુભા જાડેજા, યશપાલસિંહ લાલુભા જાડેજા, શૈલેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, સંજય રમેશભાઇ ઝિંઝુવાડીયા, બ્રિજરાજસિંહ રણજીતસિંહ જાડેજા અને હરેન્દ્રસિંહ શક્તિસિંહ જાડેજાને પકડી પાડયા હતા. પોલીસે તમામના કબજામાંથી રૂ.14,100ની રોકડ સહિતની માલમતા કબજે કરી હતી. આ દરોડા દરમિયાન મયુર વિનોદભાઇ ઝીંઝુવાડીયા અને ભાવેશ વધારા નામના બે શખ્સ નાસી છૂટ્યા છે.

– રોહિત આર. મેરાણી (જામનગર)

Right Click Disabled!