જોડિયા તાલુકામાં પાક નુકશાનીના સર્વેની કામગીરીનો પ્રારંભ

Spread the love

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાક પણ ધોવાયા છે. ત્યારે ખેડૂતોમાં માંગ ઉઠી છે કે, તંત્ર દ્વારા તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે હાથ ધરી વહેલી તકે સહાય ચુકવવામાં આવે ત્યારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાનીનો સર્વે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ભારે વરસાદ પડતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાક ધોવાય છે.

ખેતરોમાં પાક ધોવાતા ખેડૂતોને લાખો રૂપિયાનું બિયારણ પણ પાણીમાં ગયું છે. ત્યારે ખેડૂતોને વહેલી તકે સહાય મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જોડિયા તાલુકાના તારાણા, કોઠારીયા અને મારામારી તેમજ દુધઇ અને કન્નડ ગામોમાં અસરગ્રસ્ત ખેડૂતોને વાડીની મુલાકાત લઇ સર્વેની કામગીરી આરંભી છે. તાલુકા વિકાસ અધિકારી સોરઠીયા અને ગામના સરપંચ તેમજ તલાટી મંત્રી સાથે રાખીને કામગીરી શરૂ કરતા ખેડૂતોનેએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરી રિપોર્ટ તૈયાર કરી તેના આધારે ખેડૂતોને હેકટરદીઠ વળતર ચૂકવવામાં આવશે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!