જ્યાં લોક હિતની વાત હોય ત્યાં ક્યારે પણ પક્ષપાત ન હોવો જોઇએ

જ્યાં લોક હિતની વાત હોય ત્યાં ક્યારે પણ પક્ષપાત ન હોવો જોઇએ
Spread the love

ભુજ તાલુકાની જીવાદોરી ગણાતી રુદ્ર માતા ડેમની પાણીની લાઈન તૂટી જતા ભુજ તાલુકા ના આસપાસ ના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે પાણીની લાઇન રીપેરીંગ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈપણ એજન્સી આ પાણીની લાઈન રિપેર કરવા માટે તત્પર ન હતું.

આ બાબત ની જાણ માધાપર ગામના આગેવાન અને સામાજિક કાર્યકર અરજણભાઈ ભુડિયાં સમક્ષ વહીવટી તંત્ર એ મુકતા તેઓએ લોકિહિત ના આ કાર્ય મા પોતાના થી થતી તમામ કામગીરી યુદ્ધ ના ધોરણે કરી પોતાની ટીમ દ્વારા તાત્કાલિક અસરે થી આ પાણીની લાઈન નું રીપેરીંગી કામ પોતે જાતે હાજર રહી ને શરૂ કર્યું હતું. યુદ્ધના ધોરણે ચાલતા આ કામ ના કારણે લાઈન રીપેર થઈ જતાં ફરી થી આસપાસ ના લોકોને હવે ફરી થી નિયમિત પાણી શરૂ થઈ  જતાં લોકોએ ખુશી ની લાગણી વ્યક્ત કરી હતી.. વિશેષ મા સામાજીક અગ્રણી અને માધાપર નવાવાસ ના ઉપ સરપંચ શ્રી અરજણભાઇ ભુડિયા જણાવ્યું હતું કે લોકહિત ના  કોઈ પણ કાર્ય મા પક્ષપાત ન હોવો જોઈએ એજ સાચો રાજકીય ધર્મ છે

Right Click Disabled!