|| ઝરમર.. ઝરમર.. ||

એની…વાટ નીરખતો, ઝરમર.. ઝરમર..
એ…આવતી અષાઢે , ઝરમર.. ઝરમર..
કાળી , ડિબાંગ વાદળી…સંદેશો.. લઈ..
યાદ..વરસાવી જાતી , ઝરમર.. ઝરમર..
વહેણ ! કહેણ ના ઘણાં, મોકલ્યા પછી..
વહેવાર , સાચવી જાતી ઝરમર.. ઝરમર..
કડડ…ભૂસ , ચમકાર વીજ લઈ થાતી..
ડંકાનિશાન પાડી જાતી, ઝરમર.. ઝરમર..
આભે ઊંડે હવે છે’ક જોવું કેમ ? ‘શિલ્પી’..
હ્રદય થાતુ હવે જયાં , તરબતર.. તરબતર..
——————————————-
(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’
