ટીંટારણથી ખોખરા રોડનું સમારકામ પૂર્ણ

ટીંટારણથી ખોખરા રોડનું સમારકામ પૂર્ણ
Spread the love

સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકાના ટીંટારણ થી ખોખરા રાજસ્થાન બોર્ડરને જોડતો ૧૨ કિલોમીટરના માર્ગ પર વધુ વરસાદ પડવાથી મસમોટા ચાલુ ગાડીએ હીંચકાનો આનંદ અનુભવ થાય તેવા ખાડા પડી ગયા હતા અને અવર જવર માટે મુશ્કેલી પડતી હતી જે સમસ્યાને લઈ ન્યુઝ પેપર અને ચેનલ ના માધ્યમ થી વહીવટી તંત્ર સુધી અવાજ પોહચાડતા વહીવટી તંત્ર દ્વારા તાબતોડ આ રસ્તાનું હાલ પૂરતું સમારકામનું કામકાજ ચાલુ કરવાંમાં આવ્યું ગુજરાત નાં અંતરિયાળ વિસ્તારોમાં આવેલ વિજયનગર તાલુકાનું ટીટારણથી ખોખરા ગામને જોડતો રસ્તો હાલ પૂરતું સમારકામ થતા સ્થાનિક પ્રજા સહિત વાહન ચાલકોએ હાલ પૂરતા ખુશ થઈ ગયા છે.

ખોખરા માર્ગ પર પડેલા મસમોટા ખાડા ને કારણે વાહન ચાલકો છાશવારે ઘણા લાંબા સમયથી પરેશાન થઈ રહ્યા છે. માર્ગ અને બાંધકામ વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા વહેલી તકે આ બિસ્માર માર્ગનું રીપેરીંગ કામ કરવામાં નહીં આવે તો અગ્રણી શ્રીમાન પટેલ ઇશ્વરભાઇ શકરાભાઈ એ નિર્ણય લીધો હતો કે રસ્તો રોકો આંદોલન કરવાના હતા પણ હાલ પૂરતું એ રસ્તાનું સમારકામ થતાં રસ્તા રોકો આંદોલનને મોકૂફ રાખવામા આવેલ છે. આ રસ્તા ઉપર વાહન ચાલકો હાલ પુરતા ખુશ દેખાય છે. ભવિષ્યમાં આ રસ્તાનું યોગ્ય રીતે કામ કરી સારો રસ્તાની માંગ હજુ પણ છે.

રિપોર્ટ : કિરણ ખાંટ (સાબરકાંઠા)

31-1.jpg 30-0.jpg

Right Click Disabled!