ટ્રાફિકની લાઈટમાં હવે મહિલાની આકૃતિ દેખાશે

મુંબઈ: સ્ત્રી અને પુરુષને એક સમાન હોઈ જાતિમા કોઈ ભેદભાવ નહીં રાખવા લોકોને પ્રોત્સાહન આપવા માટે મહાનગરપાલિકાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જેમાં ૧૩ ટ્રાફિક જંકશન પર રહેલા સિગ્નલની લાઈટમાં હવેથી મહિલાની આકૃતિ જોવા મળશે. મહિલાની આકૃતિ સાથેના આ સિગ્નલ ધરાવનારું દેશનું પહેલું શહેર બની ગયું છે. મહાનગરપાલિકાએ દાદરથી માહિમ વચ્ચેના ૪.૫ કિલોમીટરના પટ્ટામાં રહેલા કેડેલ રોડ પરના ૧૩ જંકશનર પરના રસ્તા પર અને ફૂટપાથ પર રહેલા સિગ્નલમાં આ ફેરફાર કર્યો છે.
આ રોડ સિદ્ધિવિનાયક મંદિર, માહિમ દરગાહ, માહિમ ચર્ચ, બી.આર.આંબેડકર મેમોરિયલ ચૈત્યભૂમિ અને પ્રસ્તાવિત શિવસેના પક્ષના સ્થાપક બાળ ઠાકરેના મેમોરિયલના સ્થળ પર રહેલા સિગ્નલ પર આ ફેરફાર કર્યા છે. ટ્રાફિક સિગ્નલમાં મહિલાની આકૃતિ હોય એવું દેશનું પહેલું એવું શહેર બની ગયું છે. હાલ વિશ્ર્વમાં જર્મની અને નેધરલેન્ડ, સ્વીઝરલૅન્ડના જીનેવામાં ટ્રાફિક સિગ્નલ પર મહિલાની આકૃતિ જોવા મળે છે. ઑસ્ટ્રેલિયાના મૅલબોર્નમાં પણ ૨૦૧૭થી ટ્રાફિક સિગ્નલ પર મહિલાની આકૃતિ જોવા મળે છે.
