ડભોઇમાં મોબાઇલ એક્ષરે વાન થકી ડિજિટલ એક્ષરે પાડવામા આવ્યા

ડભોઇ માં આજરોજ રાષ્ટ્રીય સહી નાબુદી કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર તરફ થી કરવામાં આવ્યું હતું જેમાં ભારત સરકાર તરફ થી મોબાઈલ એક્ષરે વાન થકી ૨ દિવસ માટે ડભોઇ સરકારી દવાખાના ખાતે કેમ્પ યોજવામાં આવ્યું છે જેમાં ટીબી ના દર્દીઓ ને ડિજિટલ એક્ષરે પાડ્યા હતા અને વધુ માં જણાવ્યા મુજબ આ કાર્યક્રમ માં આ વાહન આવવાથી ટીબી માં ડાયગનોસિસ માં વધારો જોવા મળશે જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી નું સ્વપ્ન છે ૨૦૨૫ માં ટીબી ની બીમારી ની નાબુદી થાય તે માટે આજરોજ આ મોબાઈલ વાન થી ૩૦ જેટલા એક્ષરે પાડવામાં આવ્યા હતા અને સરકારશ્રી ને અપીલ કરવામાં આવી હતી કે આ વાન કાયમી માટે ડભોઇ તાલુકા ને મળે જેથી વધુમાં વધુ કેસો શોધવામાં સફળતા મળી શકે આ કાર્યક્રમ માં DTO મેડમ ડો.મીનાક્ષીબેન ચૌહાણ,આરીફભાઈ મન્સૂરી,દેવાંગ પટેલ , કલ્પેશ ચાવડા સહિત ઉપસ્થિત રહ્યા હતા.
