ડભોઇ કોંગ્રેસ દ્વારા બિસ્માર રસ્તાઓ અને ઠેર ઠેર પડેલા ખાડા ને લઈ તંત્ર સામે વિરોધ

ડભોઇ કોંગ્રેસ દ્વારા બિસ્માર રસ્તાઓ અને ઠેર ઠેર પડેલા ખાડા ને લઈ તંત્ર સામે વિરોધ
Spread the love

ડભોઇ રંગઉપવન ખાતે ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા નો કાર્યક્રમ યોજી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો ડભોઇ માં ઠેર ઠેર ગંદકી,ઉભરાતી ગટરો, ખાડાઓ પડવા ની સમસ્યા તેમજ શહેર ના તમામ વિસ્તારો ના રસ્તાઓ ધોવાઈ ગયા છે શહેર ના રોડ રસ્તા ને લઈ વાહન ચાલકો અને ચાલીને જવામાં ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યું છે ત્યારે આજરોજ ડભોઇ કોંગ્રેસ દ્વારા ખાડા મહોત્સવ યોજી રસ્તા પર પડેલા ખાડાઓ માં વૃક્ષ વાંવી પૂજા કરીને તંત્ર વિરુદ્ધ પ્રદર્શન કરી સરકાર ની આંખો ખોલવાનો કાર્યક્રમ કર્યો હતો જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.જીમિત ઠાકર,તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ હેમંતભાઈ બારોટ,પ્રહલાદભાઈ પટેલ,કાંતિભાઈ મહેતા,સુધીરભાઈ બારોટ ,ચિરાગ ભાઈ પટેલ, તેમજ કોંગ્રેસ ના આગેવાનો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા

IMG-20200908-WA0029.jpg

Right Click Disabled!