ડભોઇ તાલુકાના ચાણોદ ગામમાં રાષ્ટ્રીય અંધજન દિવસની ઉજવણી

ડભોઇ તાલુકાના ચાણોદ ગામમાં રાષ્ટ્રીય અંધજન દિવસની ઉજવણી
Spread the love

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાણોદમાં આજરોજ 14 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય અંધજન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રભાત અંધજન સેવા ટ્રસ્ટ તરફ થી ઉજવણીના ભાગરૂપે 30 જેટલા અંધજનોને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જીવન જરૂરિયાતની ચીજોની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તમામ આયોજનનો ખર્ચ પ્રભાત અંધજન સેવા મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો.આ સાથે જ ચાણોદ ગામના યુવાઓ દ્વારા આ કામમાં પુરેપૂરો સહયોગ આપી મંડળને મદદ રૂપ થયા હતા. પ્રભાત અંધજન મંડળ જેવા ટ્રસ્ટ નિસ્વાર્થ પણે પોતાનું કર્તવ્ય નિભાવી સમાજ સેવામાં પોતાનું યોગદાન આપી સમાજમાં ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

IMG-20200914-WA0026.jpg

Right Click Disabled!