ડભોઇ નગરપાલિકા શોપિંગમાં આવેલી બાલાજી કો-ઓ બેન્કના મેનેજર સામે છેતરપીંડીની ફરિયાદ

ડભોઇ નગર પાલિકા શોપિંગ સેન્ટર ખાતે આવેલી શ્રી બાલાજી કો-ઓ.ક્રેડિટ સોસાયટી લી ના મેનેજર ઘણા વર્ષો પહેલા મંજૂરી વગર પોતાના અને પોતાની પત્નીના નામે રૂપિયા પાંચ લાખ ઉપરાંત ની રકમ ખોટા દસ્તાવેજ ઉભા કરી લોન મેળવ્યા બાદ આજ દિન સુધી લોન ની રકમ નહીં ભરતા સાથે ઠગાઈ અને છેતરપીંડી કરવા અંગે ની મેનેજર સામે પોલીસ ફરિયાદ નોંધાતા સહકારી ક્ષેત્રમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ડભોઇ પોલીસ સ્ટેશન થી મળતી માહિતી મુજબ ફરિયાદી સુરેશભાઈ બાબુભાઇ પારેખ રહેવાસી ડભોઇ અને બાલાજી બેંકના સહમંત્રી એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સભાસદ અને મૅનેજર તરીકે હોદ્દા ધરાવતા ચેતણભાઈ પ્રફુલભાઈ રાઠવા રહેવાસી વડોદરા શહેર વર્ષ ૨૦૦૫થી મેનેજરની પોસ્ટ પર હતા.
દરમિયાન પોતાના નામે બોગસ દસ્તાવેજો ઉભા કરી અધૂરી વિગત સાથે ના ફોર્મ ભરી ઠરાવ કમિટી ના કર્યા વગર પોતાના હોદ્દાનો દૂર ઉપયોગ કરી ૧૦ હજારની લૉન મેળવી સત્તા અધિકારી ની મંજૂરી વગર લૉન મેળવ્યા બાદ તેમજ પોતાની પત્ની સુનિતાબેન ચેતણભાઈ રાઠવાના નામનો ખોટી રીતે અધૂરી માહિતી સાથેનો અને સહી વગર નું ફોર્મ ભરી નોમીનલ સભાસદ બનાવવા અંગેનો ઢોંગ ઉભો કરી તેઓના નામે રૂપિયા ૫.૩૯.૩૭૮ નું વ્હિકલ લોનનું ફોર્મ ભરીને જરૂરી પરવાનગી વગર ખોટીરીતે પોટેલોન મંજુર કરી બોલેરો ગાડીની ડિલિવરી લઈ ને મેનેજર તરીકે હોદ્દાનો દૂર ઉપયોગ કરી આજદિન સુધી ના આ બંને લોન ની રકમ ભરપાઈ નહીં કરતા મંડળી સાથે ઠગાઈ અને છેતરપિંડી કરવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
