ડભોઇ સોનેશ્વર પાર્કમાં પીવાના પાણીની સમસ્યાને લઇ ચીફ ઓફિસરને આવેદન

ડભોઇ સોનેશ્વર પાર્કમાં પીવાના પાણીની સમસ્યાને લઇ ચીફ ઓફિસરને આવેદન
Spread the love

ડભોઇ શહેરના સોનેશ્વર પાર્ક ના રહીશો પીવાના પાણીની સમસ્યા થી ત્રસ્ત થઈ ગયા છે છેલ્લા ઘણા સમય થી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજરોજ સોનેશ્વર પાર્ક ના રહીશો દ્વારા ડભોઇ નગર પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી અને વહેલી તકે આ પ્રશ્ન નો નિરાકરણ લાવવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ સોનેશ્વર પાર્ક માં નગરપાલિકા તરફથી પાણીની પાઇપ લાઈન નાખવામાં આવેલ છે પરંતુ સદર પાઇપ લાઈનો આવી ત્યાર થી તેના મારફત પાણી આવતું નથી આવિસ્તાર માં પાણીની કાયમી સમસ્યા રહેલી છે હાલમાં નગરપાલિકા તરફ થી દિવસમાં એકવાર પાણીનું ટેન્કર મોકલવામાં આવેછે પરંતુ ભીડભાળ અને અન્ય કારણોસર પાણી બાબતે વારંવાર ઝગડા થાય છે.

વધુ માં ઉમેર્યું હતું કે વિસ્તાર ના રહીશો દ્વારા વારંવાર નગરપાલિકા માં મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી આ વિસ્તાર માટે એક અલાયદા પાણીની ટાંકી બનાવવા માં આવશે તેવા ખોટા વચનો આપી રહીશોને છેતરવામાં આવે છે પણ આજદિન સુધી આ સમસ્યા ના નિવારણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવેલા નથી અને વિસ્તાર ના લોકો સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે તેમ આક્ષેપ કરવામાં આવ્યા હતા અને વધુ માં જણાવ્યું હતું કે જો આ અરજને આપ્યાના ૧૦ દિવસ માં પાલિકા તંત્ર તરફ થી કોઈ ચોક્કસ પ્રતિસાદ નહિ અને કાયમી માટે આ પ્રશ્નનો નિરાકરણ નહીં કરે તો આવનારા દિવસોમાં વિસ્તારના નાગરિકો ગાંધી ચીંધ્યા માર્ગે તબક્કાવાર આંદોલન કરશે અને જરૂર પડે તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા અચકાશે નહીં.

IMG_20200915_134845.jpg

Right Click Disabled!