ડાંગના મુસ્લિમ બિરાદરો દ્વારા ચાંદ 10 જીલ હજના રોજ ઈદુલ અઝહા ઈદ પ્રસંગે સાદાઈપૂર્વક ઉજવણી

ડાંગના મુસ્લિમ બિરાદરો દ્વારા ચાંદ 10 જીલ હજના રોજ ઈદુલ અઝહા ઈદ પ્રસંગે સાદાઈપૂર્વક ઉજવણી
Spread the love

હાલમાં ચાલતા કોરોનાવાયરસની મહામારી વચ્ચે ડાંગ તાલુકા તમામ મુસ્લિમ સમાજ દ્વારા ઈદુલ અઝહા ઇદ પ્રસંગે શાંતિપૂર્વક તહેવારની ઉજવણી કરવામાં આવી હતી કોઈની લાગણી દુભાઈના તેવી રીતના ભાઈચારા અને એખલાસ ભર્યા વાતાવરણમાં સરકાર ની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરી અને ડીસ્ટન્સ રાખી પોતપોતાના વિસ્તારમાં ઓછા લોકો દ્વારા ઇદની નમાઝ અદા કરવા માં આવી હતી અને પોતપોતાના ઘરે પણ ઈદ ની નમાઝ પઢવામાં આવી હતી ઈદની નમાઝ બાદ એકબીજાને ઈદમુબારક પાઠવી હતી તેમજ મુસ્લિમ બિરાદરોએ સવારે કબ્રસ્તાનમાં પૂર્વજ નો ની કબર ઉપર ફૂલ અર્પણ કર્યા હતા.

ત્યારબાદ ઘેટા બકરાઓની કુરબાનીની રસમ અદા કરી હતી સમગ્ર ડાંગ જિલ્લા તથા તાલુકાની મસ્જિદના પેશ ઇમામો અને હઝરત પીર મુરશીદ દ્વારા ઇદની નમાઝ અદા કરાઇ હતી જ્યારે કે હાલ ચાલતા કોરોના મહામારી ના પગલે તમામ પ્રકારે સરકારની ગાઈડલાઈન મુજબ તકેદારી રાખવા અને સાદાઈ પૂર્વક ઈદની ઉજવણી કરવા માં આવી હતી. જ્યારે કે કોરોનાવાયરસ વહેલી તકે દૂર થાય તેવી દુઆ ગુજારવામાં આવી હતી અને મુસ્લિમોને વતનની હિફાઝત કરવા ત્યાગ અને બલિદાનની ભાવના રાખે પરસ્પર પ્રેમ માં જીવન જીવવા ઉપદેશ આપ્યા હતા ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત ઈબ્રાહીમ અલય્હિસ્સલામ આપેલી કુરબાનીની યાદમાં ડાંગના મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદની ઉજવણીની સાદાઈ પૂર્વક કરવામાં આવી હતી.

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

IMG-20200801-WA0038.jpg

Right Click Disabled!