ડાંગના સરવર ગામના ખેડુતે 2 હેકટર જમીનમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરી

ડાંગના સરવર ગામના ખેડુતે 2 હેકટર જમીનમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરી
Spread the love

હાલ ના આધુનિક યુગ માં ડાંગ ના ખેડૂતો પોતાના પગ ભર થઈ રહ્યા છે જે વિસે ડાંગ ના ખૂડૂતે સાબિત કરી બતાવુંયું છે ડાંગ જિલ્લામાં એકમાત્ર સરવર ગામે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવે છે. જેમાં પ્રવીણભાઈ બાગુલે પારંપરિક ખેતી પદ્ધતિ સિવાય ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત કરી છે. 2 હેકટર જમીનમાં સાડા ચારસો થાંભલા પર સફેદ ડ્રેગન ફ્રૂટ અને 400 થાંભલા પર લાલ ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું છે. રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ખેડૂતો પારંપરિક ખેતી સિવાય અન્ય ખેતીની શરૂઆત કરીને સાહસિક ખેડૂત બન્યાં છે. અહીં માછલી ગામે ગુજરાતમાં પ્રથમ વાર એક ખેડૂતે કેન્સર ટ્રી ની ખેતીની શરૂઆત કરી છે.

જ્યારે સરવર ગામે ડાંગ જિલ્લામાં પ્રથમ વખત પ્રવીણભાઈ બાગુલ દ્વારા ડ્રેગન ફ્રૂટના ખેતીની શરૂઆત કરવામાં આવેલ છે. અહીં પારંપરિક ખેતી તરીકે ડાંગર, અને નાગલીના પાકની ખેતી મોટાં પાયે કરવામાં આવે છે. ત્યારે ખેડૂતો પારંપરિક ખેતી છોડીને વધુ આવક મેળવવા અને આત્મનિભર બનવા માટે મૂસળી વગેરેની ખેતી પણ કરવા લાગ્યાં છે.ડાંગ જિલ્લાનાં સરવર ગામે ડ્રેગન ફ્રૂટની સફળ ખેતીડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ સરવર ગામનાં ખેડૂત પ્રવિણભાઈ બાગુલ દ્વારા ગામથી દૂર આવેલ પોતાના ખેતરમાં 2 હેકટર જમીનમાં સાડા ચારસો થાંભલા સફેદ ડ્રેગન ફ્રૂટ અને 400 જેટલા થાંભલા પર લાલ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે.

ત્રણ વર્ષ ચાલુ કરેલ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં પ્રવીણભાઈ બાગુલને ગયા વર્ષે સપ્ટેમ્બર, ઓક્ટોબર માસમાં 200 કિલો જેટલુ ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન થયું હતું. પ્રવિણભાઈ બાગુલને ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ડ્રિપ ઇરીગેશન માટે સબસીડી આપવામાં આવી હતી. જેથી ઓછાં પાણીએ પણ ડ્રેગન ફ્રુટની સફળ ખેતી કરી શકાય છે.સરવર ગામનાં ખેડૂત તુળસીરામભાઈ બાગુલે જણાવ્યું હતું કે, ડ્રેગન ફ્રુટની ખેતી મોટાભાગે ચીન અને ખબોળિયા દેશમાં કરવામાં આવે છે. પણ તેમનો છોકરો પ્રવિણભાઈ બાગુલે પારંપરિક ખેતી સિવાય ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનું વિચાર્યું. જેમાં તેઓએ 2 હેકટર જમીનના 6 કેરડાઓમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે. ડ્રેગન ફ્રૂટ વર્ષમાં એક વાર ફળ આપે છે. જે સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં થાય છે.

ડ્રેગન ફ્રૂટના છોડનું એકવાર વાવેતર કર્યા બાદ તે છોડ 30 થી 35 વર્ષ રહી શકે છે. ડ્રેગન ફ્રૂટનાં છોડ જ્યારે નાના હોય છે ત્યારે તેની ખાસ જાળવણી કરવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટને સેન્દ્રિય ખાતર આપી તેનુ માવજત કરવામાં આવે છે. આ ઉપરાંત ડ્રેગન ફ્રુટની ખેતીમાં વધારે મજૂરોની જરૂર પડતી નથી. તેથી અન્ય ખેતી સિવાય આ ખેતી તેઓ માટે ખૂબ જ સરળ છે.ડ્રેગન ફ્રૂટ એ થોર પ્રજાતિ છે. ડ્રેગન ફ્રૂટના ફાયદા અનેક છે. હૃદય, હાઇબ્લડ પ્રેશર, લોહીની ઉણપ દૂર કરવા, વિટામિન સી, માટે ડ્રેગન ફ્રૂટ ખાસ ઉપયોગી સાબિત થાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા સાથે ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીઓમાં ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

IMG-20200803-WA0014.jpg

Right Click Disabled!