ડાંગમાં દમણગંગા અને સિંચાઇ વિભાગની બેદરકારી :ચેકડેમો રીપેર કરવાની તસ્દી ન લેતા ખેડૂતોની કફોડી

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં એપ્રિલ મેં માસમાં સુજલામ સુફલામ યોજના હેઠળ દમણગંગા અને સિંચાઇ વિભાગના ધોવાય કે લીકેજ થયેલા ચેકડેમોને મરામત કરવાની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે, પરંતુ આંબાપાડા થી ગુંદવહલ ને જોડતી અંબિકાનદી ના કેચમેન્ટ વિસ્તારના ચેન સિસ્ટમ થી બનેલા ચેકડેમો રીપેર કરવાની તસ્દી ન લેતા આ વિસ્તારના આદિવાસી ખેડૂતોને ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થઇ છે.હાલ ચોમાસુ નબળું રહેતા અંબિકાનદી માં પણ મૌસમમાં પ્રથમ વખત જ નવા નીર આવતા નદી જીવંત બની છે.
ત્યારે હાલ ચેકડેમ રીપેર ન થતા દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ચેકડેમોમાં પાણીનો સંગ્રહ ન થવા સાથે નકામું વહી જતા દમણગંગા અને સિંચાઇ વિભાગની ઘોર ઉપેક્ષા સામે આવી રહી છે. એકબાજુ તંત્ર ડાંગ જિલ્લાના મહત્તમ ચેકડેમો મરામત થઈ ગયા નું જણાવી રહ્યાં છે, ત્યારે આંબાપાડા થી ગુંદવહલ જતા માર્ગ સાઇડે અંબિકાનદી ના કેચમેન્ટ એરિયામાં આવેલ ચેકડેમો માત્ર કાગળ પર તો રીપેર થયા નથી ને તેઓ સવાલ ઉભો થઇ રહ્યો છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી આંબાપાડા પાસે આવેલ ચેકડેમો ક્યાં કારણોસર રીપેર કરાયા નથી તેની તઠસ્થ તપાસ હાથ ધરે તો દમણગંગા અને સિંચાઇ વિભાગનું મસમોટું કૌભાંડ બહાર આવે તેમાં બે મત નથી.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)
