ડાંગ જિલ્લાના કોસમાળ ગામથી ભીગુધોધ પર જવા માટેનો રસ્તો બિસ્માર

ડાંગ જિલ્લાના કોસમાળ ગામથી ભીગુધોધ પર જવા માટેનો રસ્તો બિસ્માર
Spread the love

ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાનું વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓ ડાંગ જિલ્લામાં મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અહીં ચોમાસાની મઝા માણવા ઘણા બધા નાના મોટા ધોધ પણ આવ્યા છે જેને જોવા માટે પણ દુર દુરથી લોકો આવતા હોય છે ત્યારે આવોજ એક ધોધ ડાંગ જિલ્લાના વઘઇ નજીક એવા કોસમાળ ગામે ભીગુ ધોધ આવેલ છે અહીં ચોમાસાના આહલાદક વાતાવરણમાં ભીગુ ધોધ નો નજારો જોવા જેવો છે પરંતુ અહીં આવતા પ્રવાસીઓને રસ્તા બિસ્માર હોવાને કારણે તકલીફો વેઠવી પડી રહી છ.

કોસમાળ ગામથી ભીગુ ધોધ જવાનો રસ્તો વરસાદી પાણી થી બિસ્માર બનતા વાહનચાલકો ને પોતાનું વાહન કિચડ માં ફસાવવાની પણ બિક હોય છે જેને કારણે પ્રવાસીઓ ને આ ધોધ ને નિહાળવા નો મોકો નથી મળતો ત્યારે આ ધોધ પર જવા માટે નો માર્ગ વહેલી તકે બનાવવા માં આવે તો પ્રવાસીઓ ને એક સારી સુવિધા ઉભી થઈ શકે છે બીજી બાજુ અહીં નું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી ગામના લોકો ને રોજગારી પણ મળી રહે એમ છે જેથી વહેલી તકે આ માર્ગ બને એ આજુ-બાજુના વિસ્તારોના લોકોની માંગ છે

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

IMG-20200803-WA0018.jpg

Right Click Disabled!