ડાંગ જિલ્લાના ત્રણે તાલુકામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ

ડાંગ જિલ્લાના ત્રણે તાલુકામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ
Spread the love

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં રવિવારે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં બપોરે ધોધમાર વરસાદ વરસી પડતા જગતનો તાત ખુશીથી મલકાય ઉઠ્યો હતો.આ સાથેજ આહવા ના તળેટીમાં આવેલ બોરખલ, લિંગા,પાંડવા,ડોન ,ચિંચલી વિસ્તારમાં પણ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જારી રહેતા ખેતીમાટે તૈયાર થયેલ ડાંગરના ધરું ની રોપણીકાર્યમાં ખેડૂતો જોતરાય ગયા હતા. સુબિર તાલુકાના છુટાછવાયા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા ને પગલે સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.

ગિરિમથક સાપુતારા માં વરસાદી હેલી બાદ ગાઢ ધુમ્મસ છવાય જતા આહલાદક વાતાવરણ ઉભું થતા પ્રવાસીઓએ મીની કાશ્મીર નો અનુભવ કર્યો હતો. રવિવારે બપોરે 2 થી 4 દરમિયાન વઘઇ ખાતે 24mm આહવા ખાતે 1mm સુબિર 2mm જ્યારે સાપુતારા ખાતે 3mm વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદને પગલે અંબીકા, પૂર્ણાં, ખાપરીમાં નવા નીર આવતા નદી કિનારે જંગલ વિસ્તાર સોળેકળાએ ખીલી ઉઠતા પ્રાકૃતિક સૌંદર્ય માં ચાર ચાંદ લાગી જવા પામ્યુ હતું.

રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)

IMG-20200803-WA0015.jpg

Right Click Disabled!