ડાંગ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી પોતાના ઘરે પરિવાર સાથે કરવાની રહેશે

ડાંગ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી પોતાના ઘરે પરિવાર સાથે કરવાની રહેશે
Spread the love

આહવા
કોરોના વાઇરસની મહામારીને કારણે ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી જાહેરમાં ન કરતા પોત પોતાના ઘરે જ પરિવાર સાથે કરવાની રહેશે. તા.૧૯/૦૬/૨૦૨૦ના રોજ જિલ્લા સેવા સદન,આહવા ખાતે ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસ ઉજવણી અંગે બેઠક યોજાઇ હતી.
કલેકટરશ્રી એન.કે.ડામોરે તમામ કચેરીઓના અધિકારીઓને જણાવ્યું હતું કે સૌ કર્મચારી/અધિકારીઓ એ કોરોના મહામારીને કારણે વિશ્વ યોગ દિવસની ઉજવણી પોતાના ઘરે જ પરિવાર સાથે સવારે ૭-૦૦ કલાકથી ૧૦-૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીને સરકારશ્રીની સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. જિલ્લા,તાલુકાની તમામ કચેરીઓ અને શાળા,કોલેજોના વિદ્યાર્થીઓ,આરોગ્ય,આશાવર્કરો,નેહરૂ યુવા કેન્દ્રના યુવાનો પોતાના ઘરે જ રહી યોગામાં ભાગ લેશે.

એકત્રિત થયા વિના યોગામાં ભાગ લેનાર લોકોએ Yoga at home, Yoga with family નો કોન્સેપ્ટ અપનાવવાનો રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કચેરી,વિભાગ/ઓર્ગેનાઈઝેશન અંતર્ગત કેટલા લોકોએ ભાગ લીધો તેની માહિતી એકસેલ સીટના નિયત નમૂનામાં અંગ્રેજીમાં તૈયાર કરી તા.૨૧/૦૬/૨૦૨૦ સુધીમાં ઈ-મેઇલ આઈ.ડી. [email protected] ઉપર મોકલી આપવાની રહેશે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોર,નાયબ વન સંરક્ષકશ્રી અગ્નિશ્વર વ્યાસ,પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જી.ભગોરા,શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારા,સિનિયર કોચ,રમત-ગમત કચેરી યુવા પ્રાંત રાહુલ તડવી,નેહરૂયુવા કેન્દ્રના યુવા સંયોજક અનુપ ઈંગોલા સહિત અધિકારીશ્રીઓ ઉપિસ્થત રહયા હતા.

Right Click Disabled!